આ અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે માસ પ્રમોશન આપવા બાબતે કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી. તેથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા ઉઠી હતી. 7 મહિનાથી સ્કૂલો બંધ છે, ત્યારે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપવું કે નહિ તે અંગે સરકારની વિચારણા ચાલી રહી છે તેવી વાતો વહેતી થઈ હતી. પરીક્ષા વગર ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને લઈ જવા કે નહિ તે અંગે હાલ સરકાર વિચાર કરી રહી છે તેવું વાતો ફરતી થઈ હતી. તો બીજી તરફ, વાલીઓ પણ માસ પ્રમોશનની તરફેણ કરી રહ્યાં છે, જેથી શાળા ફી ભરવામાં રાહત મળી શકે.