મહિસાગર: રણજીતપુરા ગામ પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. લુણાવાડા મોડાસા હાઇવે પર રણજીતપુરા ગામ પાસે આ ઘટના બની છે. કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા છે. હાલમાં બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મહીસાગર જિલ્લા ડી.વાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો છે અને તપાસ હાથ ધરી છે. હજુ સુધી આ યુવતીના મોત પાછળનું કારણ સામે આવ્યું નથી.


બનાસ નદીમાં નાહવા પડેલા 3 યુવકો ડૂબ્યા


જૂના ડીસામાં એક દૂર્ઘટના સામે આવી છે. બનાસ નદીમાં નાહવા પડેલા 3 યુવકો ડૂબ્યા છે. હાલમાં તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. જો કે 18 કલાક થયા છતાં હજી સુધી યુવકોની કોઈ ભાળ ન મળતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અને તરવૈયાની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. તંત્ર જે.સી.બી.મશીનથી પાળો તોડી પાણીનો  પ્રવાહ ડાયવર્ટ કરીને શોધખોળ હાથ ધરશે. કલાકો વીતવા છતાં હજી સુધી મૃતદેહો મળી આવ્યા નથી. ઘટનાને પગલે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.


માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે બે ભાઈઓ વચ્ચે મારામારી


જૂનાગઢ:  ભેસાણ તાલુકાના નવા વાઘણિયા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. માથાકૂટ બાદ બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. કાળુભાઇનું સારવાર દરમિયાન મોત થતાં પુત્ર ઇમરાને ફરીયાદ નોંધાવી છે.  જેમાં 4 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવાઇ છે. આલમ બેનનું 24 જુલાઈના રોજ અવસાન થયું હતું. જે બાદ તેમા સંતાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક ભાઈનું મોત થતા ચકચાર મચી ગઈ છે.



આ પણ વાંચો


Venus Transit 2022: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ, આ રાશિના જાતકને રહેવું પડશે સાવધાન, થઇ શકે છે માનહાનિ


Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ


Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ


Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ


Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો