ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હર્ષ સંઘવી તકેદારીના ભાગરૂપે હોમ આઇસોલેટ થયા હતા. નોંધનીય છે કે હર્ષ સંઘવી અગાઉ પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના વધુ ત્રણ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટીવ આવતા હર્ષ સંઘવી હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. કોરોનાગ્રસ્ત અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાના કારણે તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. શરીરમાં કળતર જેવા સામાન્ય લક્ષણો જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. નોંધનીય છે કે કોરોનાની બીજી લહેરમાં પણ હર્ષ સંઘવી કોરોના પોઝિટીવ આવ્યા હતા.
તે સિવાય રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. શરદી અને ઉધરસના લક્ષણ જણાતા આશિષ ભાટિયાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયા છે
તે સિવાય કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ કોરોના સંક્રમિત થયા હતા. રાજ્યમા અત્યાર સુધીમાં 12થી વધુ ધારાસભ્યો અને અનેક અધિકારીઓને કોરોના થઇ ચૂક્યો છે. ઉપરાંત જૂનાગઢ કલેક્ટર કચેરીના 16 કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા છે. તમામની તબિયત સામાન્ય છે.
નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વડાપ્રધાન મોદીએ આજે કોરોના સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોના વેક્સિનેશન અભિયાનમાં ગુજરાતે વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં પ્રથમ ડોઝ વેક્સિનેશનનો આંકડો 5 કરોડને પાર થઈ ગયો છે. તેમજ 40 જેટલી RT-PCR લેબ શરૂ થશે.15 હજાર ક્રિટિકલ બેડ અને 8 હજાર વેન્ટીલેટર બેડની સુવિધા પણ ઉપલબ્ધ થઈ છે.
IPL 2022: આ દેશમાં રમાઈ શકે છે IPLની આગામી સિઝન, UAE કરતાં પણ વધુ રોમાંચ હશે, મેચનો સમય પણ બદલાશે!
ખેડૂતો માટે ખુશખબર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી આ મહત્વની જાહેરાત, સહાયની રકમ વધારી
Petrol-Diesel: 50 લિટર સુધી પેટ્રોલ અને ડીઝલ મફતમાં મળશે! જાણો કેવી રીતે ઓફરનો લાભ લેશો