અમદાવાદઃ ગુજરાત સરકારે પાંચ આઈએએસ અધિકારીઓને બઢતી આપીને તમામ અધિકારીઓને પ્રિન્સિપાલ સેક્રેટરીના ગ્રેડમાં મૂક્યા છે. આ ઉપરાંત દસ અધિકારીઓને આઈએએસનો સિલેક્શન ગ્રેડ આપવાનો પણ નિર્ણય કર્યો છે.

આ દસ અધિકારીઓમાં ધવલ પટેલ, ઉદિત અગ્રવાલ, સુપ્રીત સિંહ ગુલાટી, જે.બી. પટેલ, એચ.કે. કોયા, એ.એમ. શર્મા, એમ.વાય. દક્ષિણી, ડી.એસ.ગઢવી, ડી.પી. દેસાઈ અને સૈદિનપુઈ છાકછુઆકનો સમાવેશ થાય છે. રૂપાણી સરકાર દ્વારા રૂપિયા 1,23,100થી 2,15,100ના પે સ્કેલમાં મૂકવામાં આવેલા અધિકારીઓમાં સુરતના કલેક્ટર ધવલ પટેલ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નાણાં વિભાગના સંયુક્ત સચિવ સૈદિનપૂઇ છાકછુઆક, પાટણના કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટી, મોરબીના કલેક્ટર જે.બી. પટેલ, સુરતના જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. કોયા, ગાંધીનગરના કમિશનર ઑફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ એ.એમ. શર્મા, મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણી, ખેડા-નડિઆદના જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ. ગઢવી અને ગાંધીનગરમાં કોઓપરેટીવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે સેવા આપતા ડી.પી. દેસાઈનો સમાવેશ થાય છે.

બિહારમાં પટણા ખાતે ડિરેક્ટર પ્રાઈમરી એજ્યુકેશન તરીકે ડેપ્યુટેશન પર મોકલવામાં આવેલા ડૉ. રણજિત કુમાર સિંહને પણ આ પે સ્કેલમાં મૂકવામાં આવ્યા છે.