Gujarat Rain Forecast:રાજ્ય પરથી અસના વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જો કે હજુ પણ રાજ્યમાં છુટછવાયો હળવાથી મધ્યમ વરસાદની  (rain) આગાહી  forecast છે.  આજે બનાસકાંઠા,પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


આજે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ  હળવા વરસાદની આગાહી છે..


હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે.  સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી છે.


ડેમ કેટલા ઓવરફ્લો થયા


સારા વરસાદના પગલે રાજ્યના 207 પૈકી 107 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ સૌરાષ્ટ્રના 91 જળાશયો હાઉસફુલ છે  તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો  થયો  છે.છેલ્લા દિવસોમાં વરસેલા વરસાદથી રાજ્યના 151 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 129 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 16 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર છે.


ક્યાં કેટલો વરસાદ વરસ્યો


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં  111 ટકાથી વધુ વરસાદ વરસી ચક્યો છે.  સૌથી વધુ કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 177.23 ટકા વરસાદ વરસ્યો છે.  તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં  124.84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે, તો  111.51 ટકા વરસાદ વરસ્યો છે.  તો મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 105.04 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 87.97 ટકા વરસાદ  ખાબકી ચૂક્યો છે.બંગાળની ખાડીમાં બનેલા ડિપ્રેશનને લીધે તેજ ગતિથી પવન ફુંકાવાની શક્યતા છે. અંદમાન નિકોબારમાં ભારે પવન સાથે વરસાદની ચેતાવણી છે.  પરિસ્થિતને પહોંચી વળવા માટે NDRFની કેટલીક ટીમોને  તૈનાત કરવામાં આવી છે.યુપીના મઉ જિલ્લામાં ધાધરા નદીની જળસપાટી ખતારાના નિશાનથી પાર થતા કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે.250થી વધુ ઘરો પર પૂરનો ખતરો મંડરાયો છે. પોતાના આશિયાના છોડીને લોકો સુરક્ષિત સ્થળ પર આશરો  લઈ રહ્યા છે.