વાપીઃ ઉમરગામ ગાંધીવાડી વિસ્તારની સોસાયટીના સાતમા માળે રહેતી પ્રેમિકાને યુવક મળવા ગયો હતો. પ્રેમિકાના ફ્લેટમાં જ યુવક પ્રેમિકા સાથે જાતિય સુખી માણી રહ્યો હતો ત્યારે અચાનક પ્રેમિકાનો પતિ આવી ગયો હતો. પત્નિની અન્ય પુરૂષ સાથેની સેક્સલીલા જોઈને પતિ ભડક્યો હતો. બીજી તરફ પ્રેમી યુવક ગભરાયો હતો અને તેણે સાતમા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનામાં યુવકનું નીચે પટકાવાથી સ્થળ પર જ મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે.


બીજી તરફ યુવકના પરિવાર અને મિત્રોનો આક્ષેપ છે કે, પ્રેમિકાના પતિએ જ યુવકને નીચે ફેંકી દઈને હત્યા કરી છે. પ્રેમિકા સાથે યુવક પતિની ગેરહાજરીમાં પત્નિ સાથે રંગરેલિયાં મનાવતો હતો તેથી પ્રેમિકાના પતિએ કાવતરૂં ઘડીને પત્નિ મારફતે સેક્સ માણવા બોલાવ્યો હતો. એ વખતે પતિ પોતાના મિત્રો સાથે હાજર હતો ને તેમણે યુવકને નીચે ફેંકી દઈને હત્યા કરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, ઉમરગામ નગરપાલિકાના ગાંધીવાડી વિસ્તારની માણેક સોસાયટીની B વિંગમાં સાતમા માળે રહેતી એક પરિણીત યુવતીને 2 સંતાનના પિતા એવા 43 વર્ષીય યુવક રાજુભાઈ કિશનભાઇ દુબળા (રહે પાવર હાઉસ નજીક નવી નગરી) સાથે છેલ્લા શારીરિક સંબંધો હતા.

રાજુ દુબળા નજીકમાં જ એક સ્થળે સાઇટ સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો ત્યારે બે વર્ષ પહેલાં આ બિલ્ડિંગમાં સાતમા માળે રહેતી યુવતીના સંપર્કમાં આવતા બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. પ્રેમિકાનો પતિ કરિયાણાની દુકાન ધરાવે છે. પતિ દુકાને જાય ત્યારે પ્રેમી પ્રેમિકાના ફ્લેટમાં પહોંચી જતો ને બંને રંગરેલિયાં મનાવતાં હતાં.

શુક્રવારે વહેલી સવારે પ્રેમિકાનો પતિ ગયો પછી રાજુ પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. બંને બેડરૂમમાં કામક્રિડામાં મગ્ન થઈ ગયાં હતાં ત્યાં અચાનક પ્રેમિકાનો પતિ ઘરે પરત આવી ગયો હતો. રાજુ દુબળાએ પકડાઇ જવાની બીકથી સાતમા માળે ફ્લેટની ગેલેરીમાંથી છલાંગ મારતા ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

આ ઘટના ની જાણ થતાં પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. મૃતકના સ્વજનો પૂર્વ આયોજિત હત્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.રાજુના મિત્ર હેમંત નાયકાનો આક્ષેપ છે કે, રાજુના પોતાની પત્નિ સાથેના આડા સંબંધની પતિને ખબર પડી જતાં ગુરૂવારે રાત્રે પતિએ તેના મિત્ર સાથે મળી રાજુ સાથે ઝઘડો કર્યો હતો. એ પછી પત્નિને કહીને બીજા દિવસે સવારે પ્રેમિકાએ તેને સામેથી જાતિય સુખ માણવા બોલાવ્યો હતો. પ્રેમિકાનો પતિ અને મિત્રો સંતાઈ ગયા હતા. રાજુ પ્રેમિકા સાથે કામક્રિડા કરી રહ્યો હતો ત્યારે પતિ અને તેના મિત્રો આવી ગયા. તેમણે રાજુને સાતમા માળેથી ફેકી પૂર્વ આયોજિત કાવતરૂં ઘડીને હત્યા કર્યાની આશંકા છે.

આ અંગે ઉમરગામના પી.આઈ. જે.કેય ડાગરે કહ્યું કે, સાતમા માળેથી યુવક પટકવાની ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમી યુવક પ્રેમિકાને મળવા સાતમા માળે આવેલ ફ્લેટમાં ગયો હતો તે સમયે પ્રેમિકાનો પતિ આવી જતાં યુવકે છલાંગ મારી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે છતા દરેક એંન્ગલથી તપાસ ચાલી રહી છે.