Gujarat Rain Forecast:ઓગસ્ટમાં લાંબા વિરામ બાદ સપ્ટેમ્બરમાં કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગે આવતી કાલ માટે પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ પાસે પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આવતી કાલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આવતી કાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલમાં વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના સંકેત મુજબ દાહોદ અને વડોદરામાં આવતી કાલે ભારે  વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


શું નવરાત્રિમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અંબાલાલે શું કરી આગાહી


ઓગસ્ટ બાદ  સપ્ટેમ્બરમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદારક એન્ટ્રી કરતા સૂકાઇ રહેલા પાકને જીવતદાન મળી ગયું. ઓક્ટોબર માસમાં વરસાદની શું સ્થિતિ રહેશે તેને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે. 15ઓક્ટોબરની નવરાત્રિ શરૂ થઇ રહી છે. રાજ્યમાં હાલ નવરાત્રિને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. નવરાત્રિ માટે ગરબા ક્લાસિસમાં પણ ખૈલૈયા અવનવા સ્ટેપ સાથે રમવા માટે પ્રેકટિસ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં ખૈલેયાને ચિંતા સતાવી રહી છે કે, શું નવરાત્રિ સમયે વરસાદ વિઘ્નરૂપ બનશે અંબાલાલે ઓક્ટોબરમાં ખાસ કરીને નવરાત્રી પણ વરસાદની સ્થિતિને લઇને આગાહી કરી છે.        


હવામાન  નિષ્ણાત અંબાલાલે જણાવ્યું છે કે,  બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા 26 સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ શકે છે. ખાસ કરીને 2જી ઓક્ટોબરથી વરસાદનું જોર થોડું વધી શકે છે. જે સ્થિતિ 18 ઓક્ટોબર સુધી રહી શકે છે,અંબાલાલના અનુમાન મુજબ નવરાત્રિમાં મધ્યમથી ભારે વરસાદ કેટલાક જિલ્લામાં પડી શકે છે તો આ વર્ષે દિવાળીમાં પણ વરસાદ વિઘ્નરૂપ બની શકે છે.


ઓક્ટોબર મહિનાને લઈ અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી દેતી આગાહી


ભાદરવા માસના  પ્રારંભથી   મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.









રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.27 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.