Dam Alert : રાજ્યમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે  44 જેટલા ડેમ ઓવરફ્લો છે તો 67 જળાશયો હાઈએલર્ટ પર છે.


ગુજરાતમાં ચોમાસાએ વિલંબથી દસ્તક દીધી છે પરંતુ પહેલા રાઉન્ડથી મેઘરાધાએ ધૂવાધાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ વરસતાં જળાશયોમાં પણ નવા નીર આવ્યાં છે. રાજ્યના 44 ડેમ ઓવરફ્લો થઇ ચૂક્યાં છે તો 67 હાઇએલર્ટ પર છે.


નવસારી જિલ્લાની જીવા દોરી સમાન કેલિયા ડેમ 90% સુધી ભરાઇ ચૂક્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા હાઈ એલર્ટ લેવલ જાહેર કરવામાં આવ્યું છે. ડેમ હાઈ એલર્ટ લેવલ સુધી પહોંચતાં 23 થી વધુ ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. કેલિયા ડેમમાં કુલ 307.37ક્યુસેક પાણીની આવક થઇ છે. કેલિયા ડેમની સપાટી  112.55 મીટર સુધી પહોંચી છે. ડેમનું ઓવર ફ્લો લેવલ  113.40 મીટર છે. ડેમ ઓવર ફ્લો થવા માટે માત્ર 0.85 મીટર જેટલો બાકી  રહેશે. ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદનાં લીધે ડેમમાં પાણીની સારી આવક થઇ રહી  છે. ઉલ્લેખનિય છે કે, કેલિયા ડેમમાંથી ગણદેવી, વાંસદા અને ચીખલી તાલુકાના 23 ગામોને પીવાના અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.ડેમ ભરાઈ જતા એક વર્ષ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ થશે.


સંધ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે . મધુબન ડેમમાંથી તબક્કા વાર 1 લાખ ક્યુસેક પાણી છોડવાની સૂચના અપાઇ છે.  જેથી દમણ ગંગા નદીના તટિય વિસ્તારમાં કોઈને પણ ન જવાનો આદેશ આપવામાં આવ્યો છે તો નદીની નજીક રહેતા લોકોને પણ સાવચેત રહેવાનું જણાવવામાં આવ્યું છે આ સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી જેને લઈને વિસ્તારમાં લો વિઝિબિલિટીના દ્રશ્યો પણ સર્જાયા હતા


ઉલ્લેખનિય છે કે, રાજ્યના 207 પૈકી 50 ટકા જળાશયો હાઈએલર્ટ પર છે. તો  67 જળાશયો હાઈએલર્ટ પર છે.  તો 18 એલર્ટ અને 22 જળાશયો વોર્નિંગ પર છે, 206 જળાશયોમાં કુલ 51.51 ટકા જળસંગ્રહ છે. રાજ્યના કુલ 207 જળાશયો પૈકી 44 જળાશયો ઓવરફ્લો થયા છે.  સૌરાષ્ટ્રના 34, કચ્છના આઠ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતનું એક એક ડેમ ભરાઇ ચૂક્યો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 72.81 ટકા જળસંગ્રહ છે.


રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 61.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 119, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં  89.69 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 55.56 ટકા, મધ્ય ગુજરાતમાં 48 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 47.68 ટકા વરસાદ વરસ્યો છે.    


રાજ્યના ડેમની શું છે સ્થિતિ?


સરદાર સરોવર ડેમ - જળસંગ્રહઃ66.61 ટકા છે,  તો  ઉત્તર ગુજરાતમાં કુલ 15 ડેમ છે. જેનો જળ સંગ્રહ 62.68 ટકા છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં જળસંગ્રહ  37.27 ટકા છે. દક્ષિણ ગુજરાતના


13 ડેમનો  જળસંગ્રહઃ45.95 ટકા છે. કચ્છ 20 જળાશયમાં જળસંગ્રહ 64.79 ટકા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 141 જળશયનો જળસંગ્રહ 72.81 ટકા છે. 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial