સુરેન્દ્રનગરઃ બગોદરા-વટામણ હાઇ-વે ઉપર ટ્રક અને તૂફાન વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. તૂફાન ચાલકે સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં 5 લોકોને ઇજા પણ પહોંચી છે. આજે વહેલી સવારે આ અકસ્માત થયો હોવાની વિગતો સામે આવી છે.
મળતી વિગતો પ્રમાણે, આજે વહેલી સવારે 8 લોકોને બેસાડી તૂફાન કાર કાઠિયાવાડ તરફ જઈ રહી હતી, ત્યારે બગોદરા-વટામણ હાઈ-વે પર તૂફાન ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે પાંચ લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ તમામ લોકો આદિવાસી સમાજના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેઓ મજૂરી કરવા કાઠિયાવાડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, તૂફાન કારની બોડી ચીરીને લાશો બહાર કાઢવી પડી હતી.
Surendranagar : બગોદરા હાઈ-વે પર તૂફાન ટ્રકમાં ઘૂસી જતાં 3નાં ઘટનાસ્થળે જ મોતથી અરેરાટી, 5 ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Feb 2021 04:47 PM (IST)
આજે વહેલી સવારે 8 લોકોને બેસાડી તૂફાન કાર કાઠિયાવાડ તરફ જઈ રહી હતી, ત્યારે બગોદરા-વટામણ હાઈ-વે પર તૂફાન ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -