Dahod Rain: હવામાન વિભાગની વરસાદીની આગાહી વચ્ચે મેઘરાજાએ દાહોદને પણ ઘમરોળ્યું છે અહીં ભારે વરસાદના કારણે નદી ગાંડીતૂર થતા રસ્તા પર નદીના પાણી ફરી વળ્યાં છે. દાહોદના સુખસરની ખારી નદીમાં કાર તણાઈ હતી. જેના કારણે 5 લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. જો કે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ઘર્યું હતું .
સમગ્ર દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ વધુ ખરાબ છે. અહીની દૂધમતિ નદી બે કાંઠે વહેતા મંદિરમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરના વિવિધ મંદિરો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વનખંડી, ઓમરાકેશ્વર સાંઈ ધામ મંદિરમાં પાણી ભરાઇ જતાં મંદિરને શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લામાં દેવગઢબારીયાના ઉંચવાણમાં પાનમ નદીમાં પણ ચાર લોકો ફસાયા હતા. હેલિકોપ્ટરની મદદથી ચાર લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાબડતોબ રેસક્યુ માટેની કામગીરી હાથ ઘરી હતી.
ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ભારે વરસાદની સ્થિતિને જોતા અનેક ટ્રેન રદ્દ થઇ છે.
વરસાદી માહોલમાં ટ્રેન વ્યવહાર પ્રભાવિત
- વડોદરા યાર્ડની વચ્ચે વીજળી સપ્લાયમાં ક્ષતિ
- બાજવા-વડોદરાની વચ્ચે ટ્રેનના વીજ સપ્લાયમાં ક્ષતિ
- વડોદરા-સુરત મેમુ ટ્રેન રદ કરાઈ
- સુરત-વલસાડ મેમુ ટ્રેન કરાઈ રદ
- ઉમરગામ-વલસાડ મેમુ ટ્રેન રદ
- વલસાડ-ઉમરગામ મેમુ ટ્રેન રદ
- વલસાડ-સુરત મેમુ ટ્રેન રદ
- સુરત-વડોદરા મેમુ ટ્રેન રદ
- વડોદરા-અમદાવાદ મેમુ ટ્રેન રદ
- અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન રદ
- અમદાવાદ-આણંદ મેમુ ટ્રેન રદ
- વડોદરા-અમદાવાદ મેમુ ટ્રેન રદ્દ
આ પણ વાંચો
Gujrat Rain Forecast: રાજયના આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
Rain Forecast : ગુજરાતમાં કેટલા દિવસ સુધી હજું પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી