પાટણઃ પાટણના બે રેસલર બંધુઓએ રેસલિંગની દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે પરંતુ બંને રેસલર ભાઈઓ ગરીબી આગળ હારી ગયા છે. રેસલિંગની દુનિયામાં પુત્રો પ્રગતિ કરી શકે તે માટે પિતાએ પોતાનું મકાન વેચી દીધું.હવે પરિવાર ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે.


પાટણના રવિ અને શનિ પ્રજાપતિ નામના બંન્ને ભાઈઓએ પંજાબ ધ ગ્રેટ ખલી એકેડમીમાં રેસલરની તાલીમ મેળવી છે. રેસલિંગની અનેક સ્પર્ધાઓ જીતી છે. વિસનગરમાં રોડ પર નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનારા દશરથભાઈએ પોતાની જીવનમૂડી પુત્રોને રેસલર બનાવવા ખર્ચી નાખી. બંને પુત્રોનું રેસલર બનવાનું સપનું પૂર્ણ કરવા માટે પિતા દશરથભાઈએ પોતાનું મકાન પણ વેચી દીધું. પુત્રોએ પણ મહેનત કરીને રેસલિંગની દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું. પરંતુ જેમની રેસલિંગની મેચ જોવા માટે હજારો લોકોની ભીડ જામે છે તે ખેલાડીઓ પાસે રહેવા પોતાનું ઘર પણ નથી. આર્થિક તંગીના કારણે હાલ આખો પરિવાર ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે.


રવિએ 2017 થી વિવિધ દેશોમાં 300થી વધારે રેસલિંગ મેચ રમી છે. જેમાં 90% મેચમાં રવિની જીત થઈ છે. નેશનલ અને ઇન્ટરનેશનલ મેચોમાં પણ તેમણે ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. ગુજરાતમાં  રેસ્લિંગની મેચોનું આયોજન થતું નથી. જેના કારણે મેચ પણ રમાતી નથી. બીજી તરફ ગુજરાત સરકાર તરફથી આવા ખેલાડીઓને કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું નથી. તેના કારણે આ પરિવાર હાલ આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યો છે. જો આમ જ ચાલુ રહેશે તો તેમને પોતાની રમત છોડવી પડે તેવી સ્થિતિ છે..તેમનું સપનું તૂટતું દેખાઈ રહ્યું છે.


 


પ્રિયંકા ચોપડાએ ફક્ત એક પાતળા ટ્રાન્સપરન્ટ કપડાંમાં લપેટાઇને આપ્યા બૉલ્ડ પૉઝ, વાયરલ તસવીરોએ મચાવી ધમાલ


PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત


Omicron Symptoms: ભારતમાં વધુ ખતરનાક સ્તરે પહોંચી શકે છે ઓમિક્રૉન, AIIMSએ બતાવ્યા આ પાંચ લક્ષણો, જાણો......


Malaika Arora Post on Love : બ્રેકઅપના અહેવાલ વચ્ચે હવે અર્જુન પછી મલાઇકાએ પણ તોડી ચૂપ્પી, જાણો શું કરી પોસ્ટ?