Ukai Dam: ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમના 12 દરવાજા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને તાપી નદીમાં 1 લાખ 27 હજાર 964 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી રૂલ લેવલને પાર થઈ છે. ડેમની સપાટી 335.48 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી 1 લાખ 59 હજાર 747 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી કિનારેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. જેથી ડેમોમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. હરણાવ અને ખેડવા જળાશયમાં પાણીની આવક થતા ડેમનું રુલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું. ગુહાઈમાં ૬૫૦ કયુસેક, હાથમતીમાં એક હજાર કયુસેક પાણીની આવક હાલ થઈ રહી છે. તો જવાનપુરા બેરેઝમાં ૫૬૦ કયુસેક આવક અને ૫૬૦ કયુસેક જાવક છે. તો હરણાવમાં ૧૦૦ કયુસેક આવક છે અને 100 કયુસેક પાણીની જાવક છે. ખેડવામાં ૨૮૦ કયુસેક પાણીની આવક અને ૨૫૦ કયુસેક પાણીની જાવક છે.
ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા નર્મદા ડેમની 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત પાણીની આવકના કારણે ડેમની જળ સપાટી 135.30 મીટરે પહોંચી છે અને હાલ પણ બે લાખ 12 હજાર 367 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમના 23 દરવાજા ખોલી બે લાખ 12 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ પાસેથી પસાર થતી નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 17 ફૂટે પહોંચી છે. આજે સવારે 6 વાગ્યે નદીની સપાટી 13 ફૂટ હતી પરંતુ નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નદીની જળ સપાટીના વધારો થયો છે અને નદી ભયજનક સપાટીથી 7 ફૂટ દૂર છે.
Gopal Italiya એ કહ્યું, ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે
AHMEDABAD : કોંગ્રેસે પોલીસકર્મીઓ માટે ભંડોળની જાહેરાતને હાસ્યાસ્પદ અને પોલીસકર્મીઓની મજાક ગણાવી
Pics: વાણી કપૂરે પોતાના સ્ટાઇલિશ લૂકને કર્યો ફ્લૉન્ટ, ન્યૂડ મેકઅપ અને બૉલ્ડ ડ્રેસમાં તસવીરો વાયરલ