Umarpada Rainfall News: રાજ્યમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો અને સ્થાનિક વીરા નદીમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. પાંચ વર્ષ બાદ વીરા નદીમાં નવા નીર આવ્યા, હાલમાં નદી બે કાંઠે વહેતી થઇ છે. 


ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે, અને હજુ પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. તાજા અપડેટ પ્રમાણે, ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદી છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઉમરપાડાની વીરા નદી બે કાંઠે થઇ છે, ખાસ વાત છે કે, ચિતલદા ગામેમાં થઇને વહેતી વીરા નદીમાં પાંચ વર્ષ બાદ નવા નીર આવ્યા છે. પાંચ વર્ષ બાદ નદીમાં આટલુ ભરપૂર પાણી આવ્યુ છે. નદીમાં પાણી આવતા જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યા હતા. વીરા નદી ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામથી પસાર થાય છે, નવા નીર આવતા અહીંથી અન્ય ગામોનો જોડોતો રૉડ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નદીના પાણી રસ્તા પર ફરી વળતા લોકો બન્યા સંપર્ક વિહોણા થયા છે. 


દાહોદ શહેર અને જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ



હવામાન વિભાગની આગાહી વચ્ચે દહોદમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, વિવેકાનંદ ચોકમાં પાણી ભરાયા છે. મડાવ રોડ, અન્ડરબ્રિજ સહિતના વિસ્તારોમાં  પાણી ભરાયા છે. ઠેર ઠેર ગટરો ઉભરાતા રસ્તા પર  પાણી ફરી વળ્યા છે. અન્ડરપાસમાં  કેડસમા પાણી ભરાતા રસ્તો બ્લોક થઇ ગયો છે



રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના મતે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.


છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં દાહોદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના ગોધરામાં દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં એક ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.