જૂનાગઢઃ ધરતીપુત્રોને કમોસમી વરસાદની કળ હજુ નથી વળી ત્યાં ફરી એક વખત જગતના તાત માટે માઠા સમાચાર આવ્યા છે. દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સાંજે જૂનાગઢના માળીયા હાટીના તાલુકમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. ઉપરાંત કેશોદના કોયલાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.  જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. વરસાદના કારણે ઘઉં, ડુંગળી, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ પહેલા સતત વરસાદથી મગફળી અને બાદમાં ઈયળના ઉપદ્રવથી કપાસનો પાક નિષ્ફળ ગયો હતો.

અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરના કારણે આજે અમરેલીના પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને સાત ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયો તોફાની બનવાના પગલે માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. હાલ અમરેલી જિલ્લાની કુલ 700 જેટલી બોટો દરિયામાં છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરના રોજ સામાન્ય કમોસમી વરસાદ પડશે. વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના  આણંદ, સુરત,ભરૂચ,વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં  કમોસમી વરસદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

એક તરફ કમોસમી વરસાદના રાહત પેકેજ અને વીમા કંપનીઓની ધીમી કામગીરીથી ખેડૂતો પીડાઈ રહ્યા છે, તેવામાં ફરીથી કમોસમી વરસાદથી જગતના તાતના હાલ બેહાલ થયા છે. જે ખેડૂતોએ રવિ પાકની વાવણીની તૈયારી કરી છે તેઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.

અમરેલીઃ પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર લગાવાયું એક નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Xiaomi એ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ત્રણ મહિનામાં વેચ્યા Redmi Note 8 સીરિઝના અધધ ફોન

ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોનું બોલિંગ આક્રમણ છે શ્રેષ્ઠ ? રિકી પોન્ટિંગે આપ્યો આવો જવાબ, જાણો વિગતે