નવી દિલ્હીઃ Xiaomiનું કહેવું છે કે Redmi Note 8 સીરિઝના બંને ફોન મળીને આશરે એક કરોડથી વધારે ફોન વેચ્યા છે. Redmi એ આ બધા ફોન માત્ર ત્રણ મહિનામાં જ વેચ્યા હોવાનો દાવો કર્યો છે. નોટ 8 સીરિઝા બંને ફોન ચાલુ વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં Redmi Note 8 pro અને Redmi note 8નો સમાવેશ થતો હતો. વેચાણના આંકડા કોઈ એક દેશના નહીં પરંતુ વિશ્વભરમાં વેચાયેલા ફોનના છે.


કંપનીના કહેવા મુજબ નોટ 7 ફોનના એક કરોડ યૂનિટ વેચાવામાં જેટલો સમય લાગ્યો હતો તેના એક મહિના પહેલી જ કંપનીએ આ આંકડો હાંસલ કરી લીધો છે. કંપનીએ આપેલી માહિતી મુજબ તેઓ દરરોજ એક લાખ દસ હજાર ફોન વેચી રહી છે. ઉપરાંત હવે આ સીરિઝને આગળ વધારતાં Redmi k30 લોન્ચ કરશે..

Xiaomi એ થોડા સપ્તાહ પહેલા રેડમી નોટ 8 સીરિઝના બંને ફોન નવા કલર વેરિયન્ટમાં ઉતાર્યા હતા. રેડમી નોટ 8 પ્રો હવે ઈલેક્ટ્રિક બ્લૂ કલરમાં પણ મળે છે, જયારે રેડમી નોટ 8 કોસમિક પર્પલ કલરમાં પણ ઉપલબ્ધ છે.

થોડા દિવસો પહેલા સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ રેડમી નૉટ 8નુ સૌથી સસ્તુ મૉડલ-વેરિએન્ટ માર્કેટમાં લોન્ચ કર્યું હતું. આ નવા મૉડલમાં 3GB RAM અને 32 GB ઇન્ટરનલ સ્ટૉરેજ સાથે આવે છે. આ પહેલા શ્યાઓમીએ Redmi Note 8ના બે વેરિએન્ટ લૉન્ચ કર્યા હતા, જેનું એક મૉડલ 4GB RAM અને 64GB સ્પેસ વાળુ હતુ અને બીજુ મૉડલ 6GB RAM અને 128GB સ્ટૉરેજ વાળુ હતુ.

ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોનું બોલિંગ આક્રમણ છે શ્રેષ્ઠ ? રિકી પોન્ટિંગે આપ્યો આવો જવાબ, જાણો વિગતે