સાવરકુંડલાથી રાજુલા રોડ પર પવનના સુસવાડા સાથે વરસાદ પડ્યો હતો. ભમ્મર, મેરીયાણા, આદસંદ, ઘનશ્યાનગર સહિતના ગામડાઓમાં વરસાદ પડતા રોડ-રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. સતત વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થયા હતા.
ખાંભા ગીરના નાનુડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી કપાસ, મગફળી, ઘઉંના પાકને નુકસાન થશે. ખાંભા પંથકમાં પાંચમી વખત કમોસમી વરસાદ પડતા જગતના તાતના હાલ બેહાલ થયા છે.
ઉપરાંત જૂનાગઢના સાસણથી તાલાલા રોડ પર કમોસમી વરસાદ પડ્યો હતો. ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાકને નુકસાન થવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી.
Rcomના ડાયરેક્ટર પદેથી અનિલ અંબાણીએ આપ્યું રાજીનામું, જાણો વિગત
વર્લ્ડ ક્રિકેટમાં કેપ્ટન કોહલીનો વાગ્યો ડંકો, એલન બોર્ડરની કરી બરાબરી
બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનથી હરાવતાં જ કોહલીએ રચ્ચો ઈતિહાસ, ધોનીનો તોડ્યો રેકોર્ડ, જાણો વિગત