Weather Update: રાજ્યના ખેડૂતો વધુ એક માઠા સમાચાર છે. ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 29 માર્ચે તોફાની પવન સાથે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે.
રાજ્યના ખેડૂતો વધુ એક માઠા સમાચાર છે. ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 29 માર્ચે તોફાની પવન સાથે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર સિસ્ટમ સક્રિય થતાં 29 માર્ચે તોફાની પવન સાથે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સ સક્રિય થતાં માવઠાનો અનુમાન વ્યક્ત કર્યો છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ઉત્તર ભારતમાં વરસાદ પર બ્રેક, હિમવર્ષા ચાલુ, જાણો આજે દેશભરમાં કેવું રહેશે હવામાન
India Weather: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ, આંધી અને વાવાઝોડામાં ઘટાડો થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીના હવામાન પર નજર કરીએ તો આજે વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાશે તો લઘુત્તમ તાપમાન ઘટીને 17 ડિગ્રી થશે. હવે 30 માર્ચથી દિલ્હીમાં વરસાદી માહોલ જોવા મળશે.
જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં વાદળછાયું વાતાવરણ રહેશે, કેટલાક ભાગોમાં સૂર્યપ્રકાશ પણ જોવા મળશે. IMD અનુસાર, મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લખનૌમાં 30 માર્ચ સુધી હવામાન આવું જ રહેશે. બીજી તરફ ગાઝિયાબાદ તરફ સૂર્યપ્રકાશ જોવા મળશે, હવામાન સ્વચ્છ રહેશે. અહીં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
દેશવાસીઓને હીટવેવથી મળશે રાહત...
વાસ્તવમાં, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. જો કે 30 માર્ચથી ફરી એકવાર વરસાદી સિઝન શરૂ થતી જોવા મળી શકે છે. આ સાથે જ દેશના તમામ રાજ્યોમાં લોકોને હીટવેવથી રાહત મળતી જોવા મળશે.
આ રાજ્યોમાં વરસાદી માહોલ રહેશે
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વરસાદ સહિત હિમવર્ષા થવાની સંભાવના છે. IMD અનુસાર, જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન માઈનસ 3 ડિગ્રી સુધી આવી શકે છે. વરસાદ સહિત હિમવર્ષાનો સમયગાળો આગામી કેટલાક દિવસો સુધી આ રીતે ચાલુ રહેશે.