રાજ્યમાં શિયાળાની વિદાય ટાંણે પણ હવામાન વિભાગે કરી માવઠાની આગાહી કરી છે. 18મી ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતના ડાંગ સહિત નર્મદામાં માવઠાંની સંભાવના છે. તો આગામી બે ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીના વધારાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થશે. માર્ચ મહિનાના પ્રારંભમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા.


રાજ્યના વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસગાર અનેમધ્ય ગુજરાતના ભાગોમાં કોમસમી વરસાદ થઇ શકે છે. તેમજ અરવલ્લી, સારકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતા છે.

સૌરાષ્ટ્રમાં ઠંડીમાં થોડી રાહત મળી છે. પરંતુ 3 દિવસથી ધુમ્મસના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. બેવડા વાતાવરણ અને ધુમ્મસના કારણે જીરું પકવતા ખેડૂતોમાં ચિંતામાં છે. 18 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.

આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. જોકે ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 18 થી 21 ફેબ્રુઆરી દરમિયાન અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા વાદળોથી ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી માવઠુ થવાની શકયતા છે વધુ ભેજવાળા વાદળો હશે તો વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસગાર અનેમધ્ય ગુજરાતના ભાગોમાં કોમસમી વરસાદ થઇ શકે છે.