Gujarat Unseasonal Rain: રાજ્ય માટે ફરી એકવાર આફતના સમાચાર સામે આવ્યા છે, ગુજરાતના ખેડૂતોના માટે ફરી એકવાર વરસાદી ઘાત આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં કેટલાક સ્થળો પર વરસાદી છાંટા પડશે. આજે વહેલી સવારથી જ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠુ થઇ શકે છે, અને ઠંડીનો ચમકારો વધી શકે છે. જો આમ થશે તો રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોના માટે પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ સર્જાશે.
ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠવાના માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થઇ શકે છે. આગામી 5 અને 6 ફેબ્રુઆરી સુધી કચ્છમાં કમોસમી વરસાદી ઝાંપટા પડવાની પુરેપુરી શક્યતા છે. આગાહીકાર અંબાલાલે જણાવ્યું કે, આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. ભારતમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપને લીધે આ માવઠાની શક્યતા છે, એટલું જ નહીં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનનું જોર વધશે, જેના કારણે ઠંડીમા વધારો થશે. આગામી 7થી 9 ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાનું અંબાલાલનું અનુમાન છે. ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડશે. આ ઉપરાંત રાજ્યમાં સમયે લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે. આગામી 19થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. અંબાલાલની આગાહી પ્રમાણે, આ ફેબ્રુઆરી મહિનામાં વરસાદી ઝાંપટા પડશે અને ઠંડીનો ચમકારો વધશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નજીક પહોંચ્યું છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહી. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
ત્રણ દિવસ બાદ કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે. પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળશે. હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર-પૂર્વિય દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યો છે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી વધી છે. રાજ્યના 15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું છે. 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્વચ્છ રહે તેવી શક્યતા છે. આ સાથે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.