Gujarat Weather Update Live: અમદાવાદમા કેટલાક વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર પડ્યા કરા
Gujarat Weather Update Live: રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. પહેલા વાત કરીએ સાબરકાંઠામાં વરસાદને લઈને ખેતીના પાકોમાં વ્યાપક નુકસાન થયું છે.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના એસપી રિંગ રોડ પર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણના કારણે વિઝિબિલિટી ઘટી હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કરા સાથે વરસાદ વરસ્યો હતો.
સુરત જિલ્લામાં ગાજવીજ સાથે ફરી વરસાદ શરુ થયો છે. ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. માંગરોળ તાલુકાના કોસંબા વિસ્તારમાં બરફના કરા પડ્યા છે. એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ શરુ થયો હતો. ઉમરપાડાના ઝંખવાવ, રેતા વિસ્તારમાં વરસાદ પડતા ઠંટક પ્રસરી છે. જ્યારે માંગરોળના કોસંબા, તરસાડી, કુવારડા સહિતના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યો છે.
કમોસમી વરસાદના કારણે મરચું, ધાણા અને જીરુંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મસાલાના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં મસાલા ભરવા માટેની સિઝન છે. ગૃહિણીઓ દ્વારા બાર મહિનાનો મસાલો લેવા આવે છે. ત્યારે જમસાલાના ભાવમાં 35 થી 40% જેટલો વધારો થયો છે. એક બાજુ દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. મસાલાના ભાવ પણ આસમાને પહોંચતા ગૃહિણીઓની અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીઓ વધી છે.
સાબરકાંઠા જિલ્લામાં રવિ સીઝન દરમિયાન ખેડૂતોએ 1 લાખ 44 હજાર 500 હેક્ટર જમીનમાં રવિ પાકોનું વાવેતર કર્યું હતું જે પૈકી 86 હજાર હેક્ટરમાં ઘઉં,25 હજાર હેક્ટરમાં બટાકા અને 5000 હેક્ટરમાં તમાકુ જેવા રવિ પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું. વાવેતર બાદ ત્રણ ત્રણ વાર કમોસમી વરસાદ વરસવાની લઈ ખેડૂતોએ વાવણી કરેલા પાકોમાં નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોએ વાવણી કરેલા ઘઉંના પાક પવન સાથે વરસેલા વરસાદના કારણે જમીન દોસ્તો થયા છે જેના કારણે ઉત્પાદન માં ઘટ આવશે સાથે જ ગુણવત્તા પણ જળવાશે નહીં જેના કારણે ખેડૂતોએ એક વીઘા દીઠ 12 થી 15 હજાર રૂપિયા જેટલો ખર્ચ કરેલો છે તે ખર્ચ જેટલું પણ ઉત્પાદન મળવાની આશા ના હોવાની ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો સરકાર પાસે નુકસાનીનું વળતર ની માગ કરી રહ્યા છે.
પંચમહાલમાં ગઈ કાલે ગોધરા સહીત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફુંકાતા વીજ પોલ તૂટી પડ્યા હતા. તો કેટલાંક વિસ્તારોમાં ઝાડ પડવાની અને છાપરા ઉડવાની ધટના બનવા પામી છે. ભારે મહેનત કરી ખેડૂતે કરેલા ઉનાળું સીઝનનો પાક બરબાદ થયો છે. માવઠાને કારણે ડાંગર, ઘઉં, બાજરી જુવાર, મગ, ઘાસચારા સહિતના ઉભા પાકમાં ભારે નુકશાન થયું છે. જીલ્લામાં અંદાજિત 11 હજાર હેકટરમાં ઉનાળુ સિઝન પાક લેવામા આવે છે.
છોટાઉદેપુરમા વીજળી પડતા એક મહિલાનુ મોત થયું છે. એકલબારામાં વિજળી પડતા મહિલા મોતને ભેટી હતી જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મહિલા ઝાડ નીચે ઉભી હતી ત્યારે જ વીજળી પડતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને બાદમાં મોતને ભેટી હતી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગઈકાલે સાંજે ખેતરમાં કામ કરતા સમયે વીજળી પડી હતી. મૃતકનું નામ મુરખીબેન રાઠવા હતું અને તેઓ 35 વર્ષના હતા. અચાનક વરસાદ આવતા આંબાના ઝાડ મુરખીબેન ઉભા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
મોડાસાના ઉમેદપુર સહિતના પંથકમાં ખેતીના પાકને ભારે નુકશાન થયું છે. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત ખેતીમા થયેલા નુકસાન અંગે
વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Weather Update Live: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. પહેલા વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો અહીં ગતરાત્રીએ વરસેલા કમોસમી વરસાદને લઈને ખેતીના પાકોમાં વ્યાપક નુકસાન જવા પામ્યું છે. ખેડૂતોએ રવિ સિઝન દરમિયાન વાવણી કરેલા ઘઉંના પાક તૈયાર હતો અને લણણી કરવાના સમએજ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ઘઉંના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. કેટલાક ખેડૂતોએ ઘઉંના પાકની કાપણી કરી હતી તો કેટલાક ખેડૂતોએ લણણી કરી લીધી હતી પરંતુ લણણી કરેલા પાકમાં પશુઓ નો ઘાસ ચારો પણ નષ્ટતા ના આરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -