વલસાડઃ વલસાડમાં મહિલા તસ્કરો સક્રિય થયા છે. કોસંબાની મહિલા બીઓબી બેંકમાંથી 50000 રૂપિયા ઉપાડી એટીએમમાં એન્ટ્રી કરવા જતાં એક મહિલા દ્વારા બ્લેડ મારી રૂપિયા તફડાવી ગઈ. મહિલા ચોરની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પાસબુકની એન્ટ્રી દરમિયાન મહિલા ચોરે કસબ અજમાવ્યું હતું. ભોગ બનનાર મહિલાએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. અન્ય લોકોએ આ સીસીટીવી જોઈ સમજવાની જરૂર છે.
Surat Grishma Murder Case : ફેનિલે જેલમાંથી ફોન કરી યુવતીને પોતાની તરફેણમાં જુબાની આપવા કર્યું દબાણ, કોણ છે આ યુવતી?
સુરત : ગ્રીષ્મા હત્યા કેસ મામલે હવે નવી વિગતો સામે આવી છે. આરોપી ફેનીલ જેલમાંથી ફોન કરી સાક્ષીને પોતાની તરફેણ માં જુબાની આપવા દબાણ કર્યું હતું. જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છે. ફેનિલે જેલમાંથી પોતાની બહેન ને ફોન કરવાની પરવાનગી લીધી હતી. ક્રિષ્ના નામની યુવતીએ કોર્ટમાં સમગ્ર મામલો જણાવતા સૌ ચોંકી ઉઠ્યા હતા.
સરકારી વકીલ નયન સુખડવાળાએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. ફેનિલે કોલેજમાં સાથે ભણતી ક્રિષ્નાને બહેન બનાવી હતી. ગ્રીષ્માં સાથે તકરાર થતા અવરાનવર ફેનીલ ગ્રીષ્માને મારી નાખવાની વાત ક્રિષ્નાને કરતો હતો. હત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષમાં ને મારી નાખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસો.