Weather Report: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. પહેલા રાઉન્ડમાં ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી હતી, હવે આજે હવામાન વિભાગે વધુ એક લેટેસ્ટ આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ખતરો સામે આવ્યો છે. દક્ષિણમાં આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ આપવામા આવી છે, અને આ વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે. 


રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે, હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે, જેમાં ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, આ ઉપરાંત તાપી, નવસારી, વલસાડમાં પણ આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આ વિસ્તારોની સાથે સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 


હવામાન વિભાગે રાજ્યમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ આપ્યુ છે, આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ, સાબરકાંઠા તથા બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં નોંધાયો વરસાદ



  • નવસારીના વાંસદામાં સવા છ ઈંચ વરસાદ

  • નવસારીના ગણદેવીમાં સવા છ ઈંચ વરસાદ

  • વલસાડ તાલુકામાં વરસ્યો છ ઈંચ વરસાદ

  • નવસારીના ખેરગામમાં પોણા છ ઈંચ વરસાદ

  • વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ વરસાદ

  • વલસાડના ઉમરગામમાં સાડા ચાર ઈંચ વરસાદ

  • નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ

  • વલસાડના પારડીમાં ચાર ઈંચ વરસાદ વરસાદ

  • વલસાડના વાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • વલસાડના ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • સુરતના ઉમરપાડામાં ત્રણ ઈંચ વરસાદ

  • ભરૂચના વાલીયામાં અઢી ઈંચ વરસાદ

  • તાપીના ઉચ્છલમાં અઢી ઈંચ વરસાદ

  • નર્મદાના સાગબારામાં અઢી ઈંચ વરસાદ

  • ડાંગના વઘઈમાં અઢી ઈંચ વરસાદ

  • નવસારીના જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ

  • ડાંગના આહવામાં  પોણા બે ઈંચ વરસાદ

  • તાપીના ડોલવણમાં દોઢ ઈંચ વરસાદ

  • સુરતના માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ

  • નર્મદાના નાંદોદમાં દોઢ ઈંચ વરસાદ

  • નર્મદાના ડેડીયાપાડામાં સવા ઈંચ વરસાદ

  • તાપીના નિઝરમાં સવા ઈંચ વરસાદ

  • નર્મદાના તિલકવાડામાં સવા ઈંચ વરસાદ

  • સુરતના માંડવીમાં સવા ઈંચ વરસાદ

  • સોનગઢ, કુકરમુંડામાં એક એક ઈંચ વરસાદ

  • દાહોદના ઝાલોદમાં એક ઈંચ વરસાદ

  • સુરતના મહુવા, ભરૂચના નેત્રંગમાં પોણો પોણો ઈંચ વરસાદ


રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં  29.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં  37.61 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં  35.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 34.91 ટકા વરસાદ વરસ્યો છે. મ ધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં  18.95 ટકા વરસાદ વરસ્યો છે તો  ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 18.50 ટકા વરસાદ વરસ્યો  છે.