વિરામ બાદ ગુજરાતમાં વરસાદે ફરી એકવાર એન્ટ્રી કરી છે ત્યારે આજે ગુજરાતના 50 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. દિવસ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લામાંઓ ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે સાંજે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ખાબક્યો હતો. કલ્યાણપુરમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ભૂજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં દિવસ દરમિયાન સવા ચાર ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું જ્યારે કચ્છના ભૂજમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.

ખાંભા અને ગીરપંથકમા પણ વરસાદ શરુ ખાબક્યો હતો. ખાંભા અને ગીરના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થયા હતાં. મોટા બારમણ, નાના બારમણ, ત્રાકુડા, ચોત્રામાં વરસાદી માહોલ છવાયો હતો. ગીર પંથકમાં સતત વરસાદથી જગતના તાત ચિંતિત છે.

વિરામ બાદ ગુજરાતમાં ફરી ધોધમા વરસાદ શરૂ થયો છે ત્યારે શુક્રવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગુજરાતના માથે એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જે સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

તો અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. તો સાથે જ હવામાન વિભાગે થંડર સ્ટ્રોમની પણ આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધી 122 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં અનેક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. તો હજુ આગામી દિવસોમાં ભારે વરસાદને કારણે પાકમાં વધુ નુકસાન થઈ શકે છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે. હજુ આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.