Gujarat Titans vs Rajasthan Royals IPL 2022 Final Rules: આજે IPL 2022ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે જ રાજસ્થાન પણ ફોર્મમાં છે. તેથી આ મેચ દર્શકો માટે ખૂબ જ રસપ્રદ રહેશે. ફાઈનલને લઈને આઈપીએલના કેટલાક નિયમો પણ છે. જો વરસાદને કારણે મેચ ન થઈ શકે તો વિજેતા તરીકે કોને પસંદ કરવામાં આવશે તે અંગેની લોકોમાં અનેક સવાલો છે.
IPL ફાઈનલમાં વરસાદને લઈને ઘણા નિયમો છે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ રિઝર્વ ડે પર પહોંચતા પહેલા ઘણા નિયમોનું ધ્યાન રાખવું પડે છે. એક ન્યૂઝ વેબસાઈટના સમાચાર અનુસાર, જો વરસાદના કારણે મેચમાં વિલંબ થાય છે તો ઓવરો કાપ્યા વિના મેચ 9:20 વાગ્યા સુધી શરૂ થઈ શકે છે. જો વરસાદ ચાલુ રહેશે તો 5-5 ઓવરની મેચ થઈ શકે છે.
જો રાત્રે 12.50 સુધી પણ મેચ શરૂ ન થઈ શકી તો આવી સ્થિતિમાં સુપર ઓવર રમાડવામાં આવશે. આમાં બંને ટીમો એક-એક ઓવર રમશે. પરંતુ જો સતત વરસાદના કારણે આ શક્ય ન બને તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. આવી સ્થિતિમાં રાજસ્થાન અને બેંગ્લોરની ટીમ રિઝર્વ ડેના પર ફાઇનલ મેચ રમશે. પરંતુ જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે તો તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. અંતે, પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમ વિજેતા બની શકે છે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, રિદ્ધિમાન સહા, મૈથ્યુ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલ્ઝારી જોસેફ, આર.સાઇ. કિશોર, મોહમ્મદ શમી, યશ દયાલ
રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન, દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમેર, રિયાન પરાગ, આર.અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણા, ઓબેદ મેકોય, યુઝર્વેન્દ્ર ચહલ