ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે ગૃહ વિભાગના બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. આ હોબાળો કર્યા બાદ કોંગ્રેસના સભ્યોએ સુત્રોચ્ચાર કરતાં કરતાં વોકઆઉટ કર્ય હતો.


કોંગ્રેસના ધારાસભ્યો કરી રહ્યા હતા તેમાં જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છેલ્લા હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલે હસતાં હસતાં કહ્યું કે, ખેડાવાલા બહાર જાવ નહીં તો ઓવૈસીને બોલાવું છું.


નીતિન પટેલે  વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને સંબોધીને આ વાત કરીને કહ્યું હતું કે, મેં ખેડાવાલાને કહ્યું છે કે તમે ગૃહની  બહાર જાવ નહીં તો હું ઓવૈસીને બોલાવું છું એટલે તરત જ બહાર ભાગ્યા.


આ સાંભળીને ઈમરાન ખેડાવાલા તરત જ પાછા ફર્યા હતા. તેમણે હાજરજવાબીપણું બતાવીને  જવાબ આપ્યો હતો કે, ગુજરાતમાં તમે લોકોએ જ ઓવૈસીને બોલાવ્યા છે.


ખેડાવાલાનો જવાબ સાંભળીને સૌ હસી પડ્યા હતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જમાલપુર-ખાડિયા વોર્ડમાં ઓવૈસીની પાર્ટીના કારણે કોંગ્રેસની હાર થઈ એ સંદર્ભમાં નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો. 


અમદાવાદમાં કોરોનાએ તરખાટ મચાવતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી


ભાજપના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા, પ્રદેશ મહામંત્રીએ ખુદ ટ્વીટ કરીને આપી જાણકારી


ભર ઉનાળે આજથી બે દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, જાણો ક્યા જિલ્લામાં વરસાદ પડશે


હવે કેરી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો, ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ