ભુજઃ અંજારના બુઢામોરા ગામે અઢી મહિના પહેલા હત્યા કરીને કૂવામાં ફેંકી દીધેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. યુવકની હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી નાંખી હોવાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. 34 વર્ષીય યુવકને પત્નીએ પ્રેમી સાથે મળી ઝેરી મટન ખવડાવી મારી નાંખ્યો હતો અને આ પછી લાશ ધાબળામાં લપેટી અવાવરું કૂવામાં ફેંકી દીધી હતી. પોલીસે મૃતકની પત્ની અને પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે અંજારના બુઢારમોરા ગામે વાડીમાં રહીને ખેતમજૂરી કરતો અને દાહોદના ખંગેલા ગામનો વતની જવસીંગ માવજી મેડા(ઉ.વ.૩૪) નામનો યુવક ગત ૧૪ ઓગસ્ટે ગુમ થઈ ગયો હોવાની નોંધ તેની પત્ની સુમીએ પોલીસમાં કરાવી હતી. અમદાવાદ દવા લેવા જવાનું કહીને આ યુવક ગુમ થઈ ગયો હોવાનું તેની પત્નીએ જણાવ્યું હતું. જવસીંગ અને સુમીના 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમણે સંતાનમાં ચાર દીકરીઓ પણ છે. પતિ ગુમ થયા બાદ સુમી તેની પુત્રીઓને લઈને વતનમાં રહેવા જતી રહી હતી.
પોલીસ તપાસમાં સુમીને દાહોદના ખરજ ગામના વિજય ભરત સંગાડિયા સાથે પ્રેમસંબંધ હોવાની માહિતી મળી હતી. વિજય અવાર-નવાર સુમીને મળવા માટે બુઢારમોરા આવતા હતો. અહીં તેઓ પતિની ગેરહાજરીમાં રંગરેલિયા મનાવતા હતા. આ અંગે મૃતક યુવકને જાણ થતાં તેણે પોતાના મોટાભાઈને પણ જાણ કરી હતી. તેમજ પત્ની સુમી પ્રેમી સાથે મળી તેની હત્યા કરી નાંખે તેવી દહેશત વ્યક્ત કરી હતી. પતિ-પત્ની વચ્ચે પણ આ પ્રેમસંબંધને લઈને ઘરકંકાસ થતો હતો.
મૃતક યુવકે પત્નીના પ્રેમી વિજયને ઠપકો પણ આપ્યો હતો. પોલીસે વિજયનીકડક પુછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત આપી હતી. સુમીએ મટનમાં ઝેર ભેળવીને તેના પતિને ખવડાવી દેતા તે મૃત્યુ પામ્યો હતો. બાદમાં પ્રેમી લાશને ધાબડામાં લપેટીને અવાવરૂ કુવામાં નાંખી દીધી હતી. પોલીસે કુવામાં તપાસ કરતા હાડપીંજર અને ખોપડી મળી આવ્યા છે. જેના આધારે પોલીસે બંને સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ભુજઃ પતિની ગેરહાજરીમાં પત્ની પ્રેમી સાથે કરતી રંગરેલિયા, પતિને ખબર પડી ને પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Nov 2020 01:00 PM (IST)
34 વર્ષીય યુવકને પત્નીએ પ્રેમી સાથે મળી ઝેરી મટન ખવડાવી મારી નાંખ્યો હતો અને આ પછી લાશ ધાબળામાં લપેટી અવાવરું કૂવામાં ફેંકી દીધી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -