લુણાવાડાઃ મહીગર જિલ્લામાં શિક્ષણજગતને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો યુવક પરિણીત હોવા છતાં તેણે અન્ય યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ સંબંધને કારણે યુવતીએ બાળકનો જન્મ પણ આપ્યો હતો. યુવતી માતા બનતા તેણે પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને તેને ઘરેથી કાઢી મૂકી હતી.
મળતી વિગતો પ્રમાણે દાહોદ જિલ્લાના સુખસર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા લલિત ઠાકોરને અન્ય યુવતી સાથે શારીરિક સંબંધથી બાળક થતા છેલ્લા 6 વર્ષથી પત્નીને ત્રાસ આપતો હતો અને મારઝૂડ પણ કરતો હતો.હવે લલિત ઠાકોરે પત્નીને માર મારી શારીરિક માનસિક ત્રાસ આપી ઘરેથી કાઢી મુકતા પરિણીતાએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ તેમજ શિક્ષિકાનું નામ લખાવ્યું છે.
પરિણીતાના લગ્ન લલિતકુમાર શાંતિલાલ ઠાકોર સાથે વર્ષ 2004માં થયા હતા. તેમને લગ્ન પછી બે દિકરા પણ છે. વર્ષ 2008 પછી તેમના પતિને સુખસર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી મળી હતી. તેમજ પરિણીતાને સુરેન્દ્રનગર ખાતે નોકરી મળી હતી. જોકે, લલિતે પત્નીને નોકરી કરવા દીધી નહોતી. લલિતે શિક્ષક તરીકે નોકરી ચાલું કર્યા પછી અપડાઉન શરૂ કર્યું હતું. આ પછી તેમણે મારુતિ વાન લીધી હતી અને તેમાં અપડાઉન કરતા હતા.
દરમિયાન લલિત ઠાકોર કૃષિશાળા સુખસરમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીના સંપર્કમાં આવ્યા હતા. જે પણ લલિત સાથે કારમાં અપડાઉન કરતા હતા. જેને કારણે બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. છેલ્લા 6 વર્ષથી બંને વચ્ચે આડાસંબંધ હતા. આ અંગે પરિણીતાને જાણ થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને લલિતે તેની સાથે મારઝૂડ પણ કરી હતી. આ બાબતે અનેકવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા. તેમજ કેટલીયવાર પરિણીતા પિયર પણ જતી રહી હતી.
આ પછી પરિણીતાની જાણ બહાર ગોધરામાં ભાડાનું મકાન લાખી તે નિર્મળા સાથે રહેતો હતો. આ પછી ગત 29 એપ્રિલ 2020ના રોડ ગોધરાથી લુણાવાડા ભાડાના મકાનમાં શિક્ષિકાને લઈ રહેવા આવી ગયા હતા. તેમજ તેમની સાથે લલિતનો શિક્ષિકાથી થયેલો દીકરો પણ હતો. આ અંગે પરિણીતાને ખબર પડતા બંને વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો.
આ પછી પતિ લલિત અને શિક્ષિકાએ તેને ધમકીઓ પણ આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. ગત 25મી સપ્ટેમ્બરે પરિણીતાને લલિત માર માર્યો હતો અને માનસિક ત્રાસ પણ આપી ઘરેથી કાઢી મૂકતા છેલ્લા ત્રણ દિવસથી તે તેના પિતાના ઘરે છે.
કારમાં સાથે અપડાઉન કરતી યુવતી સાથે દાહોદના શિક્ષકને બંધાયા શારીરિક સંબંધ, પત્નીને ખબર પડી ને પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2020 08:59 AM (IST)
દાહોદ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો યુવક પરિણીત હોવા છતાં તેણે અન્ય યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ સંબંધને કારણે યુવતીએ બાળકનો જન્મ પણ આપ્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -