ભુજઃ જિલ્લાના રાપર શહેરમાં પરિણીતા ઉપર મહિલા સરપંચના પુત્ર અને તેના મિત્ર દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મહિલા સરપંચના પુત્ર અને તેના મિત્રે છરી બતાવી ખેતરમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પરિણીતાએ રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
રાપર પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ પ્રમાણે, પરિણીતા થોડા દિવસ પહેલા રાપર સ્થિત પિયર આવી હતી. દરમિયાન 12 દિવસ પહેલા પરિણીતા પોતાની બહેનના ઘરે જઈ રહી હતી, ત્યારે મહિલા સરપંચનો પુત્ર અને અન્ય યુવક બાઈક પર આવ્યા હતા. તેમજ છરી બતાવી પરાણે બાઇક પર બેસાડી રાપરના ત્રમ્બો રોડ નજીક આવેલા ખેતરમાં લઇ ગયા હતા.
અહીં બંનેએ પરિણીતાના કપડા ઉતારીને બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાએ બૂમાબૂમ કરી હતી. જોકે, અવાવરું જગ્યા હોય અને આરોપીઓએ છરી બતાવી મને અને મારા પરિવારને મારી નાંખવાની ધમકી આપતાં તે ડરી ગઈ હતી. દરમિયાન ત્રણ દિવસ પહેલા આરોપીઓ દ્વારા પરિણીતાના ભાઈઓ અને પિતા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોતાની સાથે બનેલી ઘટના અંગે તેણે પોતાની માતાને વાત કરી હતી. આ પછી પરિણીતાએ આરોપીઓ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
પરિણીતાની ફરિયાદ છે કે, અગાઉ પણ આરોપીઓ દ્વારા તેની સાથે સંબંધ રાખવા પ્રયાસ કરાયો હતો. જોકે, તેણે ના પાડી દીધી હતી. એટલું જ નહીં, રાપરમાં ઘણીવાર તેઓ પીછો કરતા અને છરી બતાવી ધાક-ધમકી આપતા હતા, પરંતુ તેના લગ્ન તેમના જ ગામમાં થતા તેણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે, તેના પિયરીયા સામે ફરિયાદ થતાં પરિણીતાએ પરિવારને બળાત્કાર અંગે જાણ કરી હતી.
ભુજઃ યુવતીને ખેતરમાં નગ્ન કરીને સરપંચના પુત્ર અને મિત્રે બાંધ્યા શારીરિક સંબંધ, યુવતીએ બૂમો પાડી પણ......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Oct 2020 09:59 AM (IST)
રાપરના ત્રમ્બો રોડ નજીક આવેલા ખેતરમાં બંનેએ પરિણીતાના કપડા ઉતારીને બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાએ બૂમાબૂમ કરી હતી. જોકે, અવાવરું જગ્યા હોય અને આરોપીઓએ છરી બતાવી મને અને મારા પરિવારને મારી નાંખવાની ધમકી આપતાં તે ડરી ગઈ હતી
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -