ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી છે. ગુજરાતના  પરંપરાગત આ લોક નૃત્ય ગરબાને  યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે. યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતના ગરબાની પસંદગી કરી છે. યુનેસ્કોની અમૂર્ત સંસ્કૃતિની યાદીમાં ગુજરાતના ગરબાનો સમાવેશ થયો છે. ગુજરાતના ગરબા હવે દેશના સરહદના સીમાડા વટાવીને વૈશ્વિક સ્તરે ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે.


ગુજરાતના ગરબા ઉત્સવ, ભક્તિ, સામાજિક સમાનતાના પ્રતીકની એક પરંપરા છે. જે ભૌગોલિક સીમાની પરે છે. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ પરંપરાઓ અને વિરાસતને દુનિયાની સામે પ્રદર્શિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ અક્ષાક પ્રયાસ છે. આ સિદ્ધિ તેનું પરિણામ છે.


સમગ્ર ગુજરાતી અને ભારતીય માટે આ ગૌરવની વાત છે કે, કે યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદ કરતા તેને યુનેસ્કોમાં સ્થાન આપ્યું છે. સામાજિક, ધાર્મિક અને ખુશીની કોઇ પણ અભિવ્યક્તિમાં લેવાતા ગરબાને હવે વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે. સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળતા પોતના એક્સ હેન્ડલ પર ખુશી વ્યક્ત કરી છે.