Mumbai Hijab Row: કોલેજ પ્રશાસને નવા સત્રમાં વિદ્યાર્થીઓ માટે કડક યુનિફોર્મ પોલિસી લાગુ કરી છે. મુસ્લિમ વિદ્યાર્થીઓએ પોતાની મજબૂરીને ટાંકીને આ નીતિનો વિરોધ કર્યો છે.


મુંબઈની ચેમ્બુર અને ડીકે મરાઠા કોલેજમાં શરૂ થયેલો હિજાબ વિવાદમાં વચ્ચેનો રસ્તો કાઢતા આ વિવાદ શમી ગયો છે.  કૉલેજ પ્રશાસને હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને કૉલેજમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે અને કહ્યું છે કે ગર્લ સ્ટુડન્ટ્સે બુરખો પહેરીને કૉલેજમાં આવી શકે છે પરંતુ વૉશરૂમમાં ચેન્જ કરી લેવો.


કોલેજ પ્રશાસનનું કહેવું છે કે, 8 ઓગસ્ટથી તે તેની સંસ્થામાં યુનિફોર્મ પોલિસીનો કડક અમલ કરશે. કોલેજ પ્રશાસને કહ્યું કે કોઈપણ વિદ્યાર્થી ડ્રેસ વગર કેમ્પસમાં પ્રવેશી શકશે નહીં.               


તો પછી પહેલા શા માટે વિવાદ થયો?


કોલેજ પ્રશાસને જાહેરનામું બહાર પાડ્યું હતું. આ સૂચનામાં તેમણે કહ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં નિર્ધારિત ગણવેશ પહેરીને આવવું પડશે. જેના પર મુસ્લિમ સમાજની વિદ્યાર્થિનીઓએ પોતાની મજબૂરી રજૂ કરી હતી.                          


આ વિદ્યાર્થીનીઓએ કહ્યું કે, અમે યુનિફોર્મ પહેરવાના વિરોધમાં નથી. તેણે કહ્યું કે, અમારી સ્થિતિને સમજીને, કોલેજ પ્રશાસને અમને કોલેજ સુધી બુરખો પહેરવાની છૂટ આપવી જોઈએ, જેને અમે કૉલેજમાં આવ્યા પછી વૉશરૂમમાં બદલી લઇશુ. કોલેજે પહેલા વિદ્યાર્થિનીઓના આ નિવેદનને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વિરોધ વધ્યા પછી તે આ માટે સંમત થઈ હતી. 


  બુરખો પહેરેલી વિદ્યાર્થિનીઓએ કહ્યું કે તેમનો નવો ડ્રેસ હવે કોલેજના યુનિફોર્મ મુજબ  ક્રીમ રંગનો કુર્તો અને તેમની સલવારનો રંગ વાદળી હશે. 11મા ધોરણના વિદ્યાર્થીઓએ હજુ કોલેજ શરૂ કરી નથી પરંતુ 12મા ધોરણના વિદ્યાર્થીઓએ આ ડ્રેસ પહેરવાનું શરૂ કરી દીધું છે. જો કે, વિદ્યાર્થિનીઓનો એક વર્ગ હજુ પણ એવો છે. જે  માંગ કરી રહ્યો છે કે, તેમને શાળામાં પણ બુરખો પહેરવાની છૂટ આપવી જોઈએ.


આ પણ વાંચો


Weather Update: ફરી બદલ્યો મૌસમનો મિજાજ, દેશના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ


Rain Update: ગુજરાતમાં આજે આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


Rajkot News: ગણેશ મહોત્સવને લઇને જાહેરનામું, આ નિયમોનું કરવું પડશે ફરજિયાત પાલન