KL Rahul Asia Cup 2023 Team India: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી કેએલ રાહુલ વિશે સારા સમાચાર છે. એક રિપોર્ટ અનુસાર રાહુલ એશિયા કપ 2023 માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. તે જલ્દી જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. રાહુલને IPL 2023 દરમિયાન ઈજા થઈ હતી. આ કારણથી તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. પરંતુ રાહુલે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બેટિંગની સાથે તે નેટ્સમાં વિકેટકીપિંગ પણ કરી રહ્યો છે. રાહુલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે.
કયારે કરી શકે છે ટીમ ઈન્ડિયામાં વાપસી
'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના સમાચાર અનુસાર રાહુલ સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. તે એશિયા કપ 2023માં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે અને જલ્દી જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. રાહુલ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા દ્વારા ફિટનેસ અપડેટ્સ શેર કરી રહ્યો છે. તે વિકેટકીપિંગ અને બેટિંગ બંને પર ધ્યાન આપી રહ્યો છે. બેંગ્લોરમાં સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીનો સ્ટાફ રાહુલની સંભાળ લઈ રહ્યો છે. તેની રિકવરી પર ઘણું કામ કરવામાં આવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલની પ્રેક્ટિસના ઘણા વીડિયો સામે આવ્યા છે. તે નેટમાં ઘણો પરસેવો પાડી રહ્યો છે.
ક્યારે થઈ હતી ઈજા
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની એક મેચ દરમિયાન રાહુલને ઈજા થઈ હતી. તે ફિલ્ડિંગ દરમિયાન ગંભીર ઈજાનો શિકાર બન્યો હતો. આ પછી રાહુલે ઓપરેશન કરાવ્યું. હવે તે મેદાન પર પાછો ફર્યો છે. તે જલ્દી જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. જણાવી દઈએ કે રાહુલે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે માર્ચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. અને છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2023માં રમાઈ હતી. આ મેચ પણ ઓસ્ટ્રેલિયા સામે હતી. રાહુલે IPL 2023માં છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી.
કેએલ રાહુલનું કેવું છે કરિયર
કેએલ રાહુલે 47 ટેસ્ટમાં 33.4ની સરેરાશથી 2642 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 13 અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 199 રન છે. જ્યારે 54 વન ડેમાં તેણે 45.1ની સરેરાશથી 1986 રન ફટકાર્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 13 અડધી સદી મારી છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 112 રન છે, જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20ની 72 મેચમાં 139.1ના સ્ટ્રાઇક રેટથી 2265 રન બનાવ્યા છે, 110 રન નોટઆઉટ તેનો ટોપ સ્કોર છે. આઈપીએલની 118 મેચમાં તેણે 4 સદી અને 33 અડધી સદીની મદદથી 4163 રન બનાવ્યા છે.