Supreme Court: લગ્નેત્તર સંબંધથી જન્મેલા બાળક પણ તેના પિતા કે માતાની પૈતૃક સંપત્તિ પર હક મેળવી શકશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કાયદો આવા બાળકને ગેરકાયદે ગણતો નથી. તેથી, સંયુક્ત હિંદુ પરિવારમાં તેના પિતા અથવા માતાના હિસ્સામાં આવેલી મિલકતથી તેને વંચિત રાખી શકાય નહીં. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આવા બાળક કોઈ અન્ય 'કોપાર્સનર' (સંયુક્ત મિલકતના માલિક) ના હિસ્સા પર પોતાનો હક દાવો કરી શકશે નહીં.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે, લગ્નતર કે અમાન્ય લગ્ન સંબંધથી જન્મેલા સંતાને તેમના માતા પિતા દ્રારા અર્જિત સંપત્તિના હિસ્સો મળશે પરંતુ સંયુક્ત પરિવારના સંપતિમાં હિસ્સો નહી મળી શકે.
આ કેસ 31 માર્ચ, 2011ના રોજ સુપ્રીમ કોર્ટની બે જજની બેંચ દ્વારા મોટી બેંચને મોકલવામાં આવ્યો હતો. ગયા મહિને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી અને હવે આ મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે.
સંયુક્ત હિંદુ પરિવારની મિલકત સંબંધિત કેસ
અત્રે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ સમગ્ર મામલો સંયુક્ત હિંદુ પરિવારની મિલકત સાથે જોડાયેલો છે. હકીકતમાં, હિંદુ મેરેજ એક્ટની કલમ 16 હેઠળ, અમાન્ય લગ્નથી જન્મેલા બાળકને પણ માન્ય ગણવામાં આવે છે. પરંતુ તેને તેના માતા-પિતાની મિલકતમાં જ હિસ્સો મેળવી શકે છે.
સુપ્રીમ કોર્ટે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 6 હેઠળ આ પ્રણાલીને હિંદુ મિતાક્ષરા વ્યવસ્થા (સંયુક્ત કુટુંબમાં ઉત્તરાધિકાર નક્કી કરવા માટેની સિસ્ટમ) સાથે જોડીને આ નિર્ણય આપ્યો છે.
હિંદુ મિતાક્ષરા વ્યવસ્થા હેઠળ, સંયુક્ત કુટુંબની મિલકતમાં કોઇ 'કોપાર્સનર'નો હિસ્સો એ હિસ્સો હોય છે, જેનો અધિકાર તેમને તેમના તેમના મૃત્યુ પહેલાં હતો. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોપાર્સનરની હેસિયતથી પિતાને જે સંપત્તિનો હિસ્સો મળવાનો હતો. તેના પર અમાન્ય લગ્નથી જન્મેલું બાળક પણ દાવો કરી શકે છે.
આ પણ વાંચો
રાજ્યમાં શહેરીજનોની સુવિધા વધારવા માટે સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, 33 કરોડનો કરશે ખર્ચ
Aditya-L1 Launch: ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ આદિત્ય એલ1ના લોન્ચિંગ પહેલા તિરુપતિ મંદિર પહોંચી