Covid NEW variant:એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિઅન્ટ (variant)ઓમિક્રોનનો (omicron)નો દૂરનો સંબંધી  છે. TIME ના અહેવાલ મુજબ, આ બંનેમાં KP.2 વેરિઅન્ટના થોડા વધુ કેસ છે. અમેરિકાની ટોચની આરોગ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) કહે છે કે KP.1.1 વેરિઅન્ટ એટલો ફેલાયો નથી. જો કે, આ પ્રકારો પર સંશોધન ચાલી રહ્યું છે. શું તેઓ અગાઉના પ્રકારો કરતાં વધુ કે ઓછા જોખમી છે, તેઓ કેટલી ઝડપથી ફેલાઈ શકે છે – આ બધા પ્રશ્નો છે. પરંતુ WHO દ્વારા કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.


નિષ્ણાતો એમ પણ કહે છે કે આ વેરિઅન્ટ વિશે અત્યારે કંઈપણ કહેવું મુશ્કેલ છે.  આ નવો વેરિયન્ટ પર વેક્સિન કેટલી અસરકારક છે અને તે કેટલો ફેલાય છે અને કેટલી ગંભીર રીતે દર્દીને બીમાર કરીી શકે તે અંગેના સંશોધન ચાલું છે જેથી કંઇ પણ કહેવું વહેલું થશો. જો કે, CDCના ડેટા અનુસાર, અમેરિકામાં SARS-CoV-2 ના કેસ હજુ પણ ઘણા ઓછા છે. અને બાકીના વિશ્વમાં પણ જાન્યુઆરીથી તેમના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલના મધ્યમાં કેસમાં થોડો વધારો થયો હતો, પરંતુ તે પછી તેમાં પહેલાની તુલનામાં ઘટાડો થયો છે. જો કે આજે ફરી કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 
નિષ્ણાત મુજબ  ઓમિક્રોન વેરિઅન્ટ એક વર્ષથી વધુ સમયથી વિશ્વભરમાં છે. તેના નવા વેરિયન્ટ્સ પણ આવતા રહે છે, પરંતુ તે ખતરનાક નથી. Omicron ના કોઈપણ પેટા પ્રકાર સાથે ફેફસાના ચેપના કોઈ કેસ જોવા મળ્યા નથી. આવી સ્થિતિમાં, FLIRT વેરિઅન્ટથી કોઈ ગંભીર ખતરાની શક્યતા નથી. પરંતુ હજુ પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.


હમણાં માટે, એ જોવાનું રહેશે કે ભારતમાં આવતા કોવિડ કેસોમાં કોઈ નવો પ્રકાર છે કે કેમ. આ માટે જીનોમ સિક્વન્સિંગ વધારવું પડશે. સંક્રમિતોના નમૂનાઓનું પરીક્ષણ કરવું પડશે, જો દર્દીઓમાં નવો પ્રકાર જોવા મળે છે, તો તેઓએ તેમને અલગ કરવા પડશે અને લક્ષણો પર નજર રાખવી પડશે.કહેવામાં આવી રહ્યું છે કે નવા વેરિઅન્ટના લક્ષણો તાવ, ઉધરસ અને ફ્લૂ જેવા જ છે. WHO એ કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપી  છે. તમારા હાથ ધોવા, ખાંસી કે છીંક આવે ત્યારે મોં ઢાંકો અને માસ્ક પહેરો શક્ય તેટલું સામાજિક અંતર જાળવવું વગેરેય


લક્ષણો શું છે
કોરોનાન આ નવા વેરિયન્ટની વાત કરીઓ તો હાલ તો આ ન્યુ વેરિયન્ટમાં પણ સામાન્ય ફૂલ સમાન જ લક્ષણો જોવા મળી રહ્યાં છે. 



  • શરીરનો દુખાવો

  • તાવ

  • માથાનો દુખાવો

  • ગળામાં દુખાવો

  • વહેતી નાક

  • સ્નાયુમાં દુખાવો


નિષ્ણાતના કહેવા મુજબ,  કોવિડ વાયરસ સંપૂ્ર્ણ નાબૂદ નથી થયો. તેના પ્રકારો ભવિષ્યમાં પણ આવતા રહેશે. આવી સ્થિતિમાં લોકોએ આ વિચારીને ગભરાવું જોઈએ નહીં. સૌથી મહત્વની બાબત એ છે કે નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરવું. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને હાથ ધોયા પછી ભોજન લો. ફ્લૂના લક્ષણો ધરાવતા લોકોથી અંતર રાખો. જો તમને તાવ કે ઉધરસ અને શરદી જેવી કોઈ સમસ્યા હોય તો હોસ્પિટલમાં જઈને તપાસ કરાવો.