રોહતકઃ દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ફરી વળી છે. કોરોનાના કેસ વધવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ દરમિયાન રોહતક જિલ્લાના ટિટૌલી ગામમાં સતત થઈ રહેલા મોતથી ભયનો માહોલ છે. આ ગામમાં 10 દિવસમાં આશરે 40 ગ્રામીણોના મોત થઈ ચુક્યા છે. તેમાં પણ એક જ દિવસમાં 11 લોકોના મોત થયા છે. જેમના મોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ તાવ આવ્યા બાદ તબિયત ખરાબ થવાનું કારણ જાણવા મળ્યું છે.


ગ્રામીણોમાં કોરોનાથી મોતની ચર્ચા છે. મૃતકોમાં વૃદ્ધો, આધેડ, મહિલાઓ અને યુવાનો સામેલ છે. જેમાં છથી સાત મોત 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોના થયા છે. ગામમાં થઈ રહેલા ઉપરાછાપરી મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને કોરોના ટેસ્ટ શરૂ કર્યા છે. ગામલોકોએ મહામારીમાંથી બચવા માટે ગામની ગલીઓમાં હવન-યજ્ઞ કરવાનું શરૂ કરી દીધું છે. ગામલોકોના કહેવા મુજબ છેલ્લા  10 દિવસમાં કોઈનું પણ મોત ન થયું હોય તેમ બન્યું નથી.


ગામના સરપંચના કહેવા મુજબ, સતત થઈ રહેલા મોતને લઈ ગ્રામીણોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ગામના ચોરે ભેગા થઈને હુક્કા પીવા તથા પત્તા રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.


રોહતકના એસડીએમ રાકેશ સૈનીએ કહ્યું કે, લોકો વધુમાં વધુ ટેસ્ટિંગ કરાવવા માટે આગળ આવે તેમ સમજાવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટેસ્ટ દ્વારા લોકો તેમના પરિવારને પણ સંક્રમણથી બચાવી શકશે. ગામમાં આટલા મોત થયા હોવા છતાં લોકો ટેસ્ટ કરાવવા તૈયાર નથી.


UP Lockdown Extended: ભાજપ શાસિત આ રાજ્યએ લંબાવ્યું લોકડાઉન, જાણો વિગત


સુપ્રીમ કોર્ટે લીધો મોટો ફેંસલો, નોકરી-શિક્ષણમાં મરાઠા અનામતના 50 ટકાને ગણાવ્યો બિન બંધારણીય


રાજ્યના આ શહેરમાં કોરોના મુક્ત થયેલા દર્દીઓને આઈસોલેશન સેન્ટરમાંથી આ રીતે અપાઈ વિદાય


Coronavirus Cases India:  એક જ દિવસમાં રેકોર્ડ 3780 લોકોના મોત, ફરી કોરોના કેસમાં આવ્યો ઉછાળો