રાજ્યના આ શહેરમાં કોરોના મુક્ત થયેલા દર્દીઓને આઈસોલેશન સેન્ટરમાંથી આ રીતે અપાઈ વિદાય
રાજ્યમાં કોરોનાથી સૌથી પ્રભાવિત શહેરોમાં અમદાવાદ અને સુરત મોખરે છે. આ દરમિયાન સુરતમાં આઇસોલેશનમાં રહેતા દર્દીઓને અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના મોટા વરાછામાં આઇસોલેશન સેન્ટરમાંથી આજે ઢોલ નગારા સાથે 7 દર્દીઓને વિદાય અપાઈ હતી. મોટા વરાછા યુવા બ્રિગેડ સહિત અનેક સંસ્થાઓ સેવા માં જોડાયા છે. છેલ્લા 14 દિવસથી આઇસોલેશન હેઠળ રહેતા કોવિડ દર્દીઓને મોમેન્ટો આપીને વિદાય આપવામાં આવી હતી.
સુરત શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે મૃત્યુમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. શહેર તથા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 122394 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1821 થયો છે.
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર કરી 102207 થઈ ગઈ છે.