જોધપુર: : રાજસ્થાનમાં જોધપુર નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી. અકસ્માત બાદ ક્રેનની મદદ લઈને રેસ્કયું હાથ ધર્યું હતું.



જોધપુર જિલ્લાના બાલોતરા-ફલૌદી રોડ પર ટ્રેલર ટ્રક અને જીપની ટક્કરમાં 11 લોકોન મોત થયા છે. આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ચાર પુરૂષ છ મહિલાઓ અને એક બાળક સામેલ છે.

અકસ્માત બાદ વાહનની અંદર ફસાયેલા મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.