હૈદરાબાદઃ હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે વિવાદિત નિવેદન આપ્યું છે. કર્ણાટકના ગુલબર્ગામાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, વારિસ પઠાણે નામ લીધા વિના કહ્યું કે, 100 કરોડ (હિંદુઓ )પર 15 કરોડ (મુસ્લિમ)ભારે પડશે. જો આઝાદી આપવામાં નહી આવે તો છીનવી પડશે. વારિસ પઠાણના આ નિવેદન બાદ રાજનીતિ શરૂ થઇ ગઇ છે.


મુંબઇના ભાયખલાથી ધારાસભ્ય વારિસ પઠાણે કહ્યુ કે, ઇંટનો જવાબ પથ્થરથી આપવાનું અમે શીખી લીધું છે. જો એકઠા થઇને ચાલવું પડશે. જો આઝાદી નહી આપવામાં આવે તો આપણે છીનવવી પડશે. તેઓ કહે છે કે અમે મહિલાઓને આગળ રાખી છે. હજું તો સિંહણો બહાર નીકળી છે તો તમને પરસેવો છૂટી રહ્યો છે. તમે સમજી શકો છો કે જો અમે તમામ એક સાથે આવ્યા તો શું થશે. 15 કરોડ (મુસ્લિમ) છીએ પરંતુ 100 કરોડ (હિંદુઓ) પર ભારે છીએ. એ યાદ રાખી લેવું.

આ અગાઉ પાંચ ફેબ્રુઆરીના રોજ પઠાણે સ્વીકાર કર્યો હતો કે તેમણે મુંબઇના નાગપાડા વિસ્તારમાં શાહીનબાગની જેમ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વારિસ પઠાણના આ નિવેદન બાદ વીએચપીએ નિવેદનની ટીકા કરી હતી. બીજી તરફ મુસ્લિમ મૌલવીઓએ કહ્યું હતું કે, આ પ્રકારના નિવેદનથી ધૃણાનો જન્મ થાય છે. હિંદુ મુસલમાન સાથે ઉભો છે અને મુસલમાન હિંદુ સાથે ઉભો છે. આ પ્રકારની વિચારધારાઓથી દેશને નુકસાન થશે.