કયા કયા સાંસદ થયા કોરોના સંક્રમિત...
સુખવીર સિંહ (બીજેપી), હનુમાન બેનીવાલ (આરએલપી), મિનાક્ષી લેખી (બીજેપી), સુક્રાંતા મજૂમદાર (બીજેપી), અનંત હેગડે (બીજેપી), જી માધવી (વાયઆરએસપી), પ્રતાપ રાવ જાધવ (શિવસેના), જર્નાદન સિંહ સિગ્રીવાલ (બીજેપી), વિદ્યૂત બરન મહતો (બીજેપી), પ્રધાન બરુઆ (બીજેપી), એન રેડેપ્પા (વાયઆરએસપી), સેલ્વમ જી (ડીએમકે), પ્રતાપ રાવ પાટીલ (બીજેપી), રામ શંકર કઠેરિયા (બીજેપી), પ્રવેશ સાહિબ સિંહ (બીજેપી), સત્યાપાલ સિંહ (બીજેપી), રોડમલ નાગર (બીજેપી).
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી સાથે જોડાયેલા દિશાનિર્દેશોનુ પાલન કરતાં આજે સંસદના મૉનસૂન સત્રનો પ્રારંભ થયો. આ દરમિયાન પહેલીવાર લોકસભાના સભ્યોએ રાજ્યસભામાં બેસીને સદનની કાર્યવાહીમાં ભાગ લીધો હતો.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે સોશ્યલ ડિસ્ટન્સનના અનુપાલનને ધ્યાનમાં રાખીને લોકસભાના સભ્યોને ઉપલા ગૃહમાં બેસવાની અનુમતી આપવા અને રાજ્યસભાના સભ્યોને નીચલા ગૃહમાં બેસવા યોગ્ય બનાવવા માટે નિયમો તથા પ્રક્રિયામાં ઢીલ આપવામાં આવી હતી.