અલીગઢઃ કોરોનાનો કહેર અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU)માં પણ જોવા મળી રહ્યો છે. એએમયૂના 100 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે યૂનિવર્સિટીમાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકો, રિટાયર્ડ શિક્ષકો અને કર્મચારીના મોત થયા હોય. એએમયૂમાં વિતેલા 22 દિવસમાં અત્યાર સુધીમાં 19 પ્રોફેસરોના મોત થયા છે. ઉપરાંત અનેક પૂર્વ પ્રોફેસર અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પણ કોરોનાને કારણે મોત થયા છે. હાલમાં પણ અનેક શિક્ષકો એવા છે જે કોરોનાની ઝપેટમાં છે.


સંક્રમણ રોકવાનો પ્રયત્ન કરી રહ્યું છે પ્રશાસન


એએમયૂ પરિસરમાં તમામ સંક્રમિતોની સારવાર ધ્રુવા હોસ્પિટલમાં ચાલી રહી હતી. મૃતકોમાં 19 પ્રોફેસર પણ સામલે છે. મોટી સંખ્યામાં કોરોનાથી થયેલ મોત બાદ એએમયૂ પ્રશાસન હરકતમાં આવ્યું છે. મહામારીનો સામો કરવાની તૈયારી વધુ ઝડપી બનાવી છે. સમગ્ર કેમ્પસમાં સમય સમય સેનેટાઈઝેશન કરવામાં આવે છે. પરિસરની અંદરના લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે. સાથે જ યૂનિવર્સિટીમાં બહારથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાનો વાયરસનો ચેપ ઝડપથી ફેલાતો જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.


જણાવીએ કે, હજુ પણ અનેક બિનશૈક્ષણિક સ્ટાફ અને પ્રોફેસર કોરોનાની ઝપેટમાં છે. જેમની સારવાર હોસ્પિટલ અને ઘરમાં ચાલી રહી છે. આ જ કારણ છે કે, યૂનિવર્સિટી પ્રશાસન અ જિલ્લા પ્રશાસને મૃત્યુદર અટકાવવા માટે સંક્રમિત દર્દીની સારી સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે.


કેમ્પસમાં ડરનું વાતાવરણ


જે રીતે એએમયૂમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તેને જોતા કેમ્પસની અંદર રહેતા લોકોમાં ડરનો માહોલ છે. બધા લોકો આ મહામારીથી ડરેલા જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે કેમ્પસમાંથી કોઈ બહાર નથી નીકળી રહ્યું. જો કોઈને ખૂબ જ જરૂરી કામ હોય ત્યારે જ ઘરની બહાર નીકળે છે.


નોંધનીય છે કે, દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન સતત બીજા દિવેસ 4100થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખને પાર થઈ ગયો ગયો છે.   દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.