તેમણે જણાવ્યું, પંડિતજીએ કહ્યું હતું કે, કલમ 370 ખતમ થવી જોઈએ. શ્યામ પ્રસાદ મુખર્જીએ પણ કહ્યું હતં અને આ માટે તેમણે બલિદાન આપ્યું હતું. અમે અમારા ઘોષણાપત્રમાં લખ્યું હતું કે, જો અમારી સરકાર બનશે તો 370 ખતમ કરીશું, 35એ ખતમ કરીશું. અમે ચૂંટણી હારવાનું પસંદ કરીશું પરંતુ તમને દરો આપવાનું ક્યારેય પસંદ નહીં કરીએ. કારણકે અમે રાજનીતિ માત્ર સરકાર બનાવવા માટે નથી કરતા. અમે રાજનીતિ કરીએ છીએ દેશને બનાવવા માટે. કલમ 370, 35એ ખતમ કરીને અમે દેખાડી દીધું કે ભારતીય જનતા પાર્ટી દેશની એવી પાર્ટી છે જેની સરકાર ચાલી રહી છે. તેના કહેવામાં અને કરવામાં કોઈ ફરક હોતો નથી.
પડોશી દેશથી આ વાત પચી રહી નથી. ભાઈઓ-બહેનો વિશ્વાસ રાખજો, હજમ થઈને રહેશે. 1971માં પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બની ગયું હતું. 71ની ભૂલ ન કરતા, નહીં તો PoKનું શું થશે તે સારી રીતે સમજી જશો. આતંકવાદથી ભારતને તોડવાની કોશિશ થઈ રહી છે, પરંતુ ભારતે બાલાકોટ પર હુમલો કર્યો હોવા છતા પાકિસ્તાનની સંપ્રભુતા પર હુમલો નથી કર્યો.
નવા મોટર વ્હીકલ એક્ટને લઈ કેન્દ્રનું ફરમાન, દસ્તાવેજ ન હોય તો પણ ન આપતા મેમો પણ રાખી આ શરત
મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, ટોપ-10માં ગુજરાતીઓને દબદબો, જાણો કેટલી છે સંપત્તિ
SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે માઠા સમાચાર, પેટ્રોલ-ડીઝલ પૂરાવવા પર નહીં મળે કેશબેક, જાણો વિગતે