નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોનાની ચેઇન તોડવા કેટલાક રાજ્યના શહેર, જિલ્લામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. દેશમાં કોરોનાની સ્થિતિને લઇ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી રાજેશ ભૂષણે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસ નિયંત્રણની સ્થિતિ ઘણી સારી છે.


પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યા મુજબ, દેશમાં કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યા વધી રહી છે. ભારતમાં પ્રતિ 10 લાખ વસતિએ કોરોનાના 657 મામલા છે. આપણે વિશ્વના એવા દેશોમાં છીએ, જ્યાં પ્રતિ 10 લાખ વસતીએ કોરોના વાયરસ સંક્રમણના મામલા સૌથી ઓછા છે. ભારતમાં પ્રતિ 10 લાખ વસતીએ કોરોનાના કારણે થતા મોતની સંખ્યા 17.2 છે, જ્યારે અન્ય દેશોમાં તે ભારતની તુલનામાં 35 ગણી વધારે છે.



દેશમાં કોરોનાના કુલ મામલાનો 86 ટકા હિસોસ 10 રાજ્યોમાં છે. જેમાંથી બે રાજ્યો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 50 ટકાથી વધારે મામલા છે. જ્યારે કર્ણાટક, દિલ્હી, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, આસામ એમ આઠ રાજ્યોમાં 36 ટકા મામલા છે. દેશમાં સક્રિય મામલાની તુલનામાં 1.8 ટકા ગણા લોકો ઠીક થયા છે.

ભારતમાં કોરોનાથી ઠીક થવાનો સરેરાશ રિકવરી રેટ 63 ટકા છે. 20 રાજ્યોમાં રિકવરી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. ગુજરાતમાં 70 ટકા, ઓડિશામાં 67 ટકા, આસામમાં 65 ટકા, તમિલનાડુમાં 65 ટકા, ઉત્તરપ્રદેશમાં 64 ટકા રિકવરી રેટ છે.



દેશમાં 1206 લેબમાં સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે.

દેશના આ જાણીતા રાજ્યમાં 31 જુલાઈ સુધી જાહેર કરાયું લોકડાઉન,  જાણો  વિગત

ડેપ્યુટી સીએમ પદેથી હટાવ્યા બાદ સચિન પાયલટે શું કર્યુ ટ્વિટ? જાણો