મુસાફરોને પણ ઓનલાઇન જ જે બેઠક ફાળવવામાં આવશે માટે તેને શોધીને પોતાની જગ્યા લેવાની રહેશે. ઓનલાઇન રિઝર્વેશનથી સોશિયલ ડિસ્ટંસનો નિયમ છે તેને જાળવવામાં સરળતા રહે છે કેમ કે રેલવે નક્કી કરે તે જ બેઠક પર મુસાફરોએ બેસવાનું હોય છે. જોકે જે ટ્રેનો શરૂ થવા જઇ રહી છે તેના ભાડા સામાન્ય જ હશે, કોઇ વધારાનું ભાડુ લેવામાં નહીં આવે. ૨૧મી મેથી સવારે ૧૦ વાગ્યે બુકિંગ કરવાનું રહેશે. રેલવેની મોબાઇલ એપ્લિકેશન આઇઆરસીટીસી રેલ કનેક્ટ અને આઇઆરસીટીસીડોટકોડોટઇન પરથી પણ બુકિંગ કરી શકાશે.
ગુજરાતમાં જે ટ્રેન શરૂ થશે તેમાં અમદાવાદથી હાવડા, મુંબઇ સેંટ્રલથી અમદાવાદ , અમદાવાદથી દરભંગા , અમદાવાદથી વારાણસી, સુરતથી છાપરા, દિલ્હીથી અમદાવાદ , અમદાવાદથી મુઝફ્ફરનગર, અમદાવાદથી ગોરખપુર, અમદાવાદથી નિઝ્ઝામુદ્દીનનો સમાવેશ થાય છે.
રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનોનું ભાડુ સામાન્ય હશે, પણ જનરલ કોચમાં સીટ બૂક કરવા માટે સ્લીપરનું ભાડુ આપવાનું રહેશે. રેલવેએ કહ્યું છે કે તમામ યાત્રીઓને સીટ મળશે એટલે કે કોઈ વેઈટિંગ નહીં હોય. ટ્રેનમાં કોઈ પણ યાત્રી વેટિંગ ટિકિટ પર યાત્રા કરી શકશે નહીં. એટલે કે કોઈ પણ અનારક્ષિત ટિકિટ નહીં મળે અને ન તો તત્કાલ ટિકિટની કોઈ વ્યવસ્થા છે.
દેશભરમાં રેલવેની 12 હજાર કરતા વધારે ટ્રેનો જનતા કર્ફ્યૂના દિવસે એટલે કે 22 માર્ચના રોજ બંધ હતી. આ ઉપરાંત રેલવે 30 જૂન સુધી કરેલી તમામ ટિકિટોને રદ્દ કરી યાત્રીઓને રિફન્ડ પણ આપ્યુ હતું. તેનો અર્થ એવો થાય છે કે ટ્રેનોનું સંચાલન સામાન્ય થવામાં હજુ સમય લાગશે.