કોરોના વાયરસે ચીન બાદ હવે ભારતમાં પણ કહેર દેખાવડવાનું શરૂ કરી દીધું છે. નોયડા આગ્રામાં નવા મામલા સામે આવ્યા બાદ હવે ભારતે કોરોના વાયરસને લઈ સતર્ક બની ગયું છે. કેન્દ્ર સરકારે 25થી વધારે દવાઓ અને ફોર્મુલેશંસના એક્સપોર્ટ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે. સરકારે સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યુ છે.
હાલ દેશભરમાં 21 એરપોર્ટ્સ, 12 મોટા પોર્ટ્સ અને 65 નાના પોર્ટ્સ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં એરપોર્ટ્સ પર 5,57,431 મુસાફરો અને તમામ નાના-મોટા પોર્ટ્સ પર 12,431 મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.