નવી દિલ્હીઃ દિલ્હીમાં 25 માર્ચથી કોવપિડ 19ને લઈને કડક લોકડાઉન છતાં 2020ની શરૂઆતના છ મહિનામાં અહીં વાયુ પ્રદૂષણને કારણે અંદાજે 24,000 લોકોના મોત થયા છે. સરકારે જીડીપીના 5.8 ટકા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. એક રિપોર્ટમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

6 મહિના દરમિયાન 26 કરોડથી વધારેનું થયું નુકસાન

આઈક્યૂએરના નવા ઓનલાઈન ઉપકરણ એર વિઝ્યુઅલ અને ગ્રીનપીસ દક્ષિણપૂર્વ એશિયા અનુસાર દિલ્હીમાં વર્ષની શરૂઆતના છ મહિના દરમિયાન વાયુ પ્રદૂષણને કારણે 26,230 કરોડ રૂપિયાનું નુકસાન થયું. જે જીડીપીના 5.8 ટકા બરાબર છે.

છેલ્લા 6 મહિનામાં 24,000 લોકોના જીવ વાયુ પ્રદૂષણને કારણે ગયા

આ વિશ્વના 28 મુખ્ય શહેરોમાં જીડીપીની દૃષ્ટિએ વાયુ પ્રદૂષણથી થનાર સૌથી વધારે નુકસાન છે. ગ્રીનપીસે એક નિવેદનમાં કહ્યું કે, 2020ના શરૂઆતના છ મહિનામાં 24,000 લોકોના મોતનો સંબંધ વાયુ પ્રદૂષણ સાથે છે. નિવેદન અનુસાર મુંબઈમાં વાયુ પ્રદૂષણને કારણે આ સમયગાળા દરમિયાન 14,000 લોકોના જીવ ગયા અને 15,750 કરોડનું નુકસાન થયું.