નવી દિલ્હી: દેશમાં કોરોનાની સ્થિતિ અંગે જાણકારી આપતા સરકારે જણાવ્યું કે અહીં અત્યાર સુધીમાં સાઉથ આફ્રીકા સ્ટ્રેનના ચાર, બ્રાઝીલ સ્ટ્રેનના બે અને યૂકે કોરોના સ્ટ્રેનના 187 કેસ મળી આવ્યા છે. આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે કહ્યું કે સાઉથ આફ્રીકાથી આવનારા ચાર લોકોમાં સાઉથ આફ્રીકન સ્ટ્રેન મળી આવ્યો છે. તમામ મુસાફરો અને તેમના સંપર્ક રહેલા લોકોને ક્વોરન્ટીન કરી ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જ્યારે બ્રાઝીલ સ્ટ્રેન SAS-CoV-2નો એક કેસ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સામે આવ્યો હતો. આ વાયરસ સ્ટ્રેનનો આઈનસીએમઆર પુણેમાં સફળતાપૂર્વક આઈસોલેટન કરવામાં આવ્યા. બ્રાઝીલ અને સાઉથ આફ્રીકાના સ્ટ્રેન યૂકેના સ્ટ્રેનથી અલગ છે.
આ સાથે જ બલરામ ભાર્ગવે જાણકારી આપી કે આજે ભારતમાં યૂકે સ્ટ્રેનના 187 દર્દી છે. તમામ કન્ફર્મ કેસને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા અને તેમને આઈસોલેટ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું આપણી પાસે જે વેક્સિન છે તેમાં આ યૂકે સ્ટ્રેનને ન્યૂટ્રલાઈઝ કરવાની ક્ષમતા છે.
પત્રકાર પરિષદમાં કોરોના પર જાણકારી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે મંગળવારે બપોરે એક વાગ્યા સુધીમાં દેશભરમાં કોરોના વેક્સિનના 87 લાખ 40 હજાર 595 ડોઝ આપવામાં આવ્યા છે. 85 લાખ 69 હજાર 917 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 1 લાખ 70 હજાર 678 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
દેશમાં સાઉથ આફ્રીકા સ્ટ્રેનના ચાર, બ્રાઝીલના બે અને યૂકે કોરોના સ્ટ્રેનના 187 કેસ મળ્યા- સ્વાસ્થ્ય મંત્રાલય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2021 06:02 PM (IST)
દેશમાં કોરોનાની સ્થિતિ અંગે જાણકારી આપતા સરકારે જણાવ્યું કે અહીં અત્યાર સુધીમાં સાઉથ આફ્રીકા સ્ટ્રેનના ચાર, બ્રાઝીલ સ્ટ્રેનના બે અને યૂકે કોરોના સ્ટ્રેનના 187 કેસ મળી આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -