શ્રીનગરઃ લદ્દાખમાં આજે બપોરે 1.11 કલાકની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લદ્દાખના કારગિલમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.5 હતી. તેનું કેન્દ્ર બિંદુ કારગિલથી 119 કિલોમીટર નોર્થવેસ્ટમાં હતું. જમ્મુ-કાશ્મીરના ભદ્રવાહ અને કિશ્તવાડમાં પણ ભૂકંપના આચંકા અનુભવાયા હતા.
જોકે હજુ સુધી કોઈ પ્રકારના નુકસાનના સમાચાર નથી. આ પહેલા મંગળવારે પણ કિશ્તવાડ, રામબન, કઠુઆ અને ઉધમપુરમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 હતી.
26 જૂને હરિયાણા અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 26 જૂને હરિયાણાના રોહતક તથા આસપાસના વિસ્તારમાં 2.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે સાંજે લદ્દાખમાં 4.5ની તીવ્રતાના ભૂંકપના ઝટકા અનુભવાયા હતા.