કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સુરંગમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં સૈન્યના એક લેફ્ટિનન્ટ સહિત ચાર જવાન ઘાયલ થયા છે. વિસ્ફોટ લાઇન ઓફ કંન્ટ્રોલ નજીક થયો છે. નોંધનીય છે કે આ અગાઉ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એલઓસી નજીક પાકિસ્તાની ઘૂસણખોર સાથેના એન્કાઉન્ટરમાં સૈન્યના  બે જવાન શહીદ થયા હતા. અધિકારીઓએ કહ્યું કે ઘૂસણખોરો પીઓકેમાંથી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

જમ્મુમાં ભારતીય સૈન્યના જનસંપર્ક અધિકારી લેફ્ટિનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે એક નિવેદનમાં  કહ્યું કે, નૌશેરા સેક્ટરમાં સર્ચ ઓપરેશન દરમિયાન સૈન્યના બે જવાન શહીદ થયા હતા. અધિકારીઓએ કહ્યુ કે, ગુપ્ત જાણકારી મળ્યા બાદ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન ઘૂસણખોરોએ સૈનિકો પર ફાયરિંગ શરૂ કરી દીધું જેમાં બે જવાન શહીદ થયા હતા.