જિલ્લાધિકારી રાકેશકુમાર સિંહે પણ મહિપાલસિંઘના હાર્ટ એટેકથી મોતની વાત કહી છે. તેમણે કહ્યું કે મહિપાલના અવસાન બાદ કોરોના રસી અંગે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે આ પહેલા પરિવારે આરોપ લગાવ્યો હતો કે, રસી લીધા બાદ તેની તબિયત બગડી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો.
પરિવારના આરોપ મુજબ, રસી લગાવતાં પહેલાં તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી નહોતી. મુરાદાબાદના ચીફ મેડિકલ ઓફિસર એસસી ગર્ગના કહેવા મુજબ, મહિપાલને માથામાં દુખાવો તથા શ્વાસ લેવામાં પરેશાની થતી હતી, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં મહિપાલ સિંહના પુત્રએ કહ્યું, જે થયું તે વેક્સિનના કારણે થયું છે. રસી આપતાં પહેલા કોઇ મેડિકલ તપાસ કરવામાં આવી નહોતી. મુરાદાબાજદમાં રસીકરણ માટે 6 કેન્દ્રો બનાવાયા છે. કોરોના રસીકરણની શરૂઆતના દિવસે અહીંયા 100 -00 સ્વાસ્થ્યકર્મીને રસી આપવામાં આવી હતી.
મહિપાલ સિંહના મૃત્યુ બાદ CMO એસસી ગર્ગ તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે મહિપાલના છાતીમાં દુ:ખાવો અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા. પરિવારના આરોપો પર CMO એ કહ્યું કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. કેટલાંક લોકો એ ભ્રમ ઉભો કરી રહ્યા છે કે મુરાદાબાદમાં વેક્સીનના લીધે મોત થયું છે. મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં હાર્ટ એટેક કારણ છે. આ ઘટનાનો વેકસીન સાથે કોઇ સંબંધ નથી.