ભોપાલ: હાલ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ચાલે છે ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કેબિનેટની રચનાના 24 કલાક બાદ ખાતાઓની વહેંચણી કરી છે. શિવરાજે ટ્વિટર દ્વારા મંત્રીઓના ખાતાઓની માહિતી આપી છે. વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રાને ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

કોરોના વાયરરસના સંકટ વચ્ચે વિપક્ષ તરફથી સતત પ્રહારો કરવામાં આવી રહ્યા હતા કે મધ્યપ્રદેશમાં કોઈ પણ સ્વાસ્થ્યમંત્રી નથી તેવામાં હવે સરકાર તરફથી તાત્કાલિક જ કેબિનેટ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી છે.

કોને શું મળ્યું?

નરોત્તમ મિશ્રા- ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલય
તુલસીરામ સિલાવટ - જળ સંસાધન મંત્રાલય
કમલ પટેલ - કૃષિ મંત્રાલય
ગોવિંદસિંહ - ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રાલય
મીના સિંહ - આદિમ જાતિ કલ્યાણ મંત્રાલય


નોંધનીય છે કે, 23 માર્ચે શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા પરંતુ ત્યારથી અત્યાર સુધી તેઓ વગર મંત્રીમંડળે કામ કરી રહ્યા હતા. ત્યારે હવે વિપક્ષના પ્રહાર બાદ મુખ્યમંત્રી બનવાના 29 દિવસ બાદ શિવરાજસિંહે પોતાની કેબિનેટની રચના કરી અને મંગળવારે રાજભવનમાં 5 મંત્રીઓએ શપથ લીધા હતાં.