તમિલનાડુના વિરુધુનગર વિસ્તારમાં ફટાકડા ફેકટરીમાં આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગની ઘટનામાં 6 લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. ફેક્ટરી શિવકાશી પાસે આવેલી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવામાં લાગી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેક્ટરીમાં આગ કઈ રીતે લાગી તે જાણવા નથી મળ્યું.



તામિલનાડુના વિરુધુનગરમાં આરોગ્ય સંયુક્ત નિયામકે ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે કેટલાંક ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ આસપાસની ઇમારતો પણ ખાલી કરાવી છે.

ફટાકડા ફેકટરીમાં આગ લાગવાનો આ બીજો અકસ્માત છે. 12 ફેબ્રુઆરીએ વિરુધુનગરના અચ્ચાનકુલમ ગામે આવેલી ફટાકડાની ફેકટરીમાંમાં આગ લાગી હતી, જેમાં 11 લોકો માર્યા ગયા હતા અને 36 થી વધુ લોકો ઘાયલ થયા હતા.